Home Desh Tragedy in Kerala: કેરળમાં ભીષણ દુર્ઘટના ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટથી 13ના કરૂણ મોત,...

Tragedy in Kerala: કેરળમાં ભીષણ દુર્ઘટના ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટથી 13ના કરૂણ મોત, સમગ્ર વિસ્તારમાં ફફડાટ

0
242
Tragedy in Kerala
Tragedy in Kerala

Tragedy in Kerala: તમિલનાડુની દુર્ઘટનાના ગણતરીના કલાકોમાં જ આજે કેરળના ત્રિશૂર જિલ્લામાં એક મોટી આફત સર્જાઈ છે. મંગળવારે બપોરે એક ફટાકડા ફેક્ટરીમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં 13 લોકોના મોત નિપજ્યા છે. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે તેનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો.

Tragedy in Kerala: ઘટનાની વિગતો

Tragedy in Kerala
  • સમય: મંગળવારે બપોરે અંદાજે 3:30 વાગ્યે.
  • સ્થળ: ત્રિશૂર જિલ્લો, કેરળ.
  • જાનહાનિ: અત્યાર સુધીમાં 10 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે 3 લોકોના શરીરના અંગો વેરવિખેર હાલતમાં મળી આવ્યા છે.
  • મજૂરોની હાજરી: વિસ્ફોટ સમયે શેડમાં અંદાજે 40 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા.

Tragedy in Kerala: ત્રિશૂર પૂરમ ઉત્સવ માટે બની રહ્યા હતા ફટાકડા

Tragedy in Kerala

આગામી 26 એપ્રિલે વિશ્વપ્રસિદ્ધ ત્રિશૂર પૂરમ’ ઉત્સવ યોજાવાનો છે. આ ઉત્સવ માટે મોટા પાયે ફટાકડા તૈયાર કરવામાં આવી રહ્યા હતા ત્યારે જ આ કરુણાંતિકા સર્જાઈ હતી. વારંવાર થતા વિસ્ફોટોને કારણે ફાયર બ્રિગેડ અને બચાવ ટીમોને ફેક્ટરીની અંદર પહોંચવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી.

Tragedy in Kerala: આસપાસના ઘરોમાં નુકસાન અને અફરાતફરી

Tragedy in Kerala

વિસ્ફોટની તીવ્રતા એટલી વધારે હતી કે આસપાસના રહેણાંક મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. કેટલાક નસીબદાર મજૂરો સામાન્ય ઇજાઓ સાથે જીવ બચાવીને બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

ફટાકડા ફેક્ટરીઓમાં મોતનું તાંડવ: તમિલનાડુમાં પણ 25ના મોત થયા હતા

Tragedy in Kerala

નોંધનીય છે કે હજુ ગત રવિવારે જ તમિલનાડુના વિરુધુનગરમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 25 લોકોએ જીવ ગુમાવ્યા હતા (જેમાં 22 મહિલાઓ સામેલ હતી). ત્યાં પણ નિયમોનું ઉલ્લંઘન કરી એક જ શેડમાં વધુ પડતા મજૂરો પાસે કામ કરાવવામાં આવતું હતું.

વડાપ્રધાને વ્યક્ત કર્યો શોક

Tragedy in Kerala

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પાઠવી છે. રાજ્ય સરકાર દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : શેરબજારમાં જોરદાર ઉછાળો સેન્સેક્સ 79,250ને પાર, રોકાણકારોમાં ખુશીનો માહોલ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે