Home State Gujarat Gujarat Turns into a Furnace: ગુજરાત બન્યું ‘અગનભઠ્ઠી’ રાજકોટ 41.1°C સાથે રાજ્યનું...

Gujarat Turns into a Furnace: ગુજરાત બન્યું ‘અગનભઠ્ઠી’ રાજકોટ 41.1°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આજે પારો 42°ને વટાવશે

0
192
Gujarat Turns into a Furnace
Gujarat Turns into a Furnace

Gujarat Turns into a Furnace: અમદાવાદ, વડોદરા અને અમરેલીમાં પણ તાપમાન 41°Cને પાર જવાની શક્યતા; બપોરે કામ વગર બહાર ન નીકળવા આરોગ્ય વિભાગની સલાહરાજ્યમાં એકતરફ કમોસમી વરસાદની આગાહી છે, તો બીજીતરફ સૂર્યદેવ આકરા પાણીએ થયા છે. સોમવારે સતત બીજા દિવસે રાજકોટ 41.1°C તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ગરમીનો પારો હજુ પણ ઊંચે જઈ શકે છે અને રાજકોટમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની આશંકા છે.

Gujarat Turns into a Furnace

મુખ્ય શહેરોમાં ગરમીનો પારો (સોમવારના આંકડા):

  • રાજકોટ: 41.1°C
  • અમરેલી: 40.9°C
  • અમદાવાદ: 40.2°C
  • વડોદરા: 39.6°C
  • ગાંધીનગર: 39.6°C
  • સુરત: 37.5°C

Gujarat Turns into a Furnace: આજે ક્યાં કેટલી ગરમી પડશે?

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની ઉપર રહેશે. અમદાવાદ અને વડોદરામાં પારો 41°C સુધી પહોંચી શકે છે, જ્યારે ડીસા અને ગાંધીનગરમાં 40°C રહેવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીની સાથે ભેજવાળું વાતાવરણ રહેતા લોકો પરસેવે રેબઝેબ થશે. જોકે, દ્વારકામાં સૌથી નીચું 31°C તાપમાન નોંધાઈ શકે છે.

Gujarat Turns into a Furnace

Gujarat Turns into a Furnace: બપોરે 12 થી 4 ઘરની બહાર નીકળવાનું ટાળો

કાળઝાળ ગરમીને પગલે હીટસ્ટ્રોકનો ખતરો વધ્યો છે. આરોગ્ય વિભાગે નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પાણી, પ્રવાહી પદાર્થો લેવા સલાહ આપી છે. રસ્તાઓ પર ટુ-વ્હીલર ચાલકો મોઢે રૂમાલ અને ચશ્મા પહેરીને ગરમીથી બચવા મથામણ કરતા જોવા મળી રહ્યા છે.

Gujarat Turns into a Furnace: યુપીનું પ્રયાગરાજ દેશનું સૌથી ગરમ શહેર (@44.4°C)

માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર દેશમાં ગરમીનો પ્રકોપ છે. યુપીનું પ્રયાગરાજ 44.4°C સાથે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું છે.

  • મહારાષ્ટ્ર અને છત્તીસગઢ: ભીષણ ગરમીને કારણે ગોંદિયા અને બિલાસપુરમાં બપોરે 12:30 થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, જેથી વાહનચાલકોએ તડકામાં ઊભા ન રહેવું પડે.
  • કામના કલાકોમાં ફેરફાર: મજૂરો અને ટ્રાફિક પોલીસ માટે કામના કલાકો બદલીને સવારે અને સાંજે કરવામાં આવ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : બે મિત્રોના ઝઘડામાં વચ્ચે પડેલા ધોરણ-8ના વિદ્યાર્થીની આંખ ફોડી નાખી, પરિકર વડે હુમલો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે