Home State Gujarat Mission Impossible Gone Wrong: PSI પરીક્ષામાં ‘સ્પાઈડરમેન’ સ્ટાઈલ ચોરીનું ફિયાસ્કો 10 ફૂટનો...

Mission Impossible Gone Wrong: PSI પરીક્ષામાં ‘સ્પાઈડરમેન’ સ્ટાઈલ ચોરીનું ફિયાસ્કો 10 ફૂટનો દરવાજો કૂદી બેંચ નીચે મોબાઈલ ચોંટાડ્યો, પણ ‘ગુંદરે’ દગો દીધો!

0
243
Mission Impossible Gone Wrong
Mission Impossible Gone Wrong

Mission Impossible Gone Wrong:  ખાખી પહેરવાનું સપનું જોનારા લાખો યુવાનો જ્યારે રાત-દિવસ મહેનત કરી રહ્યા છે, ત્યારે અંકલેશ્વરના એક ઉમેદવારે PSI બનવા માટે એવો ‘શોર્ટકટ’ અપનાવ્યો કે પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ. સુરતની મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં પરીક્ષા આપવા આવેલા રિષભ યાદવે ફિલ્મી સ્ટાઈલમાં ચોરીનું આખું ષડયંત્ર રચ્યું હતું, પરંતુ એક નાનકડી ભૂલે તેને સીધો જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

Mission Impossible Gone Wrong: સવારે 6:30 વાગ્યે ‘મિશન ઈમ્પોસિબલ’

Mission Impossible Gone Wrong

અંકલેશ્વરનો રિષભ યાદવ સવારે ગેટ ખૂલવાની રાહ જોવાને બદલે સવારે 6:30 વાગ્યે જ સ્કૂલના પાછળના ભાગે પહોંચી ગયો હતો. કોઈ ગાર્ડની નજર પડે તે પહેલા જ તે 10 ફૂટ ઊંચો લોખંડનો દરવાજો કૂદીને અંદર પ્રવેશ્યો હતો. ત્યાંથી તે સીધો ચોથા માળે પોતાના નિર્ધારિત ક્લાસરૂમમાં પહોંચી ગયો હતો.

Mission Impossible Gone Wrong: ગુંદર ઊખડ્યું ને પ્લાન ચોપટ થયો

Mission Impossible Gone Wrong

રિષભે પોતાની બેંચ નીચે Oppo F29 સ્માર્ટફોન સેલોટેપ અને ગુંદરની મદદથી છુપાવી દીધો હતો. તેનો પ્લાન હતો કે પરીક્ષા શરૂ થયા બાદ તે ગૂગલ કે સોશિયલ મીડિયા દ્વારા જવાબો મેળવશે. પરંતુ નસીબની બલિહારી જુઓ, મોબાઈલના વજન સામે સેલોટેપ ટકી શકી નહીં. પરીક્ષા શરૂ થાય તે પહેલા જ મોબાઈલ જોરદાર અવાજ સાથે નીચે પટકાયો. સ્ટાફ દોડી આવ્યો અને રિષભનો આખો ખેલ ખુલ્લો પડી ગયો.

Mission Impossible Gone Wrong: નવા કડક કાયદા હેઠળ થશે જેલની સજા

Mission Impossible Gone Wrong

આ મામલે સુરત પોલીસે રિષભ વિરુદ્ધ ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) અધિનિયમ-2023 અને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ નવા કાયદા મુજબ:

  • આરોપીને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
  • ભારે દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે.
Mission Impossible Gone Wrong

અમદાવાદમાં પેપર સીલ બાબતે હોબાળો

એક તરફ સુરતમાં ચોરી પકડાઈ, તો બીજી તરફ અમદાવાદના વસ્ત્રાલની ભાવના ગર્લ્સ હાઈસ્કૂલમાં ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો કે PSIનું પેપર સીલ તૂટેલી હાલતમાં આવ્યું હતું. જ્યારે ઉમેદવારોએ વિરોધ કર્યો ત્યારે સુપરવાઈઝરે ઉદ્ધત વર્તન કર્યું હોવાના આક્ષેપ સાથે ત્યાં ભારે હોબાળો મચ્યો હતો.

બોધપાઠ: મહેનત કરનારા ઉમેદવારો માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. ટેકનોલોજી ગમે તેટલી એડવાન્સ હોય, પણ કાયદાના લાંબા હાથ અને નસીબ સામે શોર્ટકટ હંમેશા ભારે પડે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : શેરબજારમાં સપ્તાહની શાનદાર શરૂઆત સેન્સેક્સ 400 પોઈન્ટ ઉછળી 78,900 પર, બેંકિંગ-એનર્જી શેરોમાં ભારે લેવાલી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે