HomeGujaratWeather Twist: ગુજરાતમાં કુદરતનો બેવડો મિજાજ સુરત ‘ધુમ્મસની ચાદર’માં લપેટાયું, તો સુરેન્દ્રનગર...

Weather Twist: ગુજરાતમાં કુદરતનો બેવડો મિજાજ સુરત ‘ધુમ્મસની ચાદર’માં લપેટાયું, તો સુરેન્દ્રનગર 41.2°C સાથે રાજ્યમાં સૌથી ગરમ

Weather Twist:ગુજરાતના હવામાનમાં હાલ વિચિત્ર પલટો જોવા મળી રહ્યો છે. એક તરફ રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો 40°Cને પાર કરી ગયો છે, ત્યારે બીજી તરફ આજે વહેલી સવારે સુરતમાં શિયાળા જેવો માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગે આગામી 3 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ (માવઠા)ની પણ આગાહી કરી છે.

Weather Twist: સુરતમાં ગાઢ ધુમ્મસ વિઝિબિલિટી ઘટી

Weather Twist

સુરતમાં આજે (18 એપ્રિલ) સવારે આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળ્યા હતા. એપ્રિલની કાળઝાળ ગરમી વચ્ચે આખું શહેર ગાઢ ધુમ્મસમાં ગરકાવ થઈ ગયું હતું. વિઝિબિલિટી એટલી ઓછી હતી કે વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખવી પડી હતી. જોકે, દિવસ ચઢતાની સાથે જ તાપમાનમાં 4°Cનો વધારો નોંધાયો હતો.

Weather Twist: સુરેન્દ્રનગર ‘હોટ ફેવરિટ’ 6 શહેરોમાં પારો 40°Cને પાર

રાજ્યમાં અત્યારે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું છે. છેલ્લા 24 કલાકના તાપમાનના આંકડા નીચે મુજબ છે:

  • સુરેન્દ્રનગર: 41.2°C
  • સુરત: તાપમાનમાં 4°Cનો વધારો
  • ભાવનગર: તાપમાનમાં 2°Cનો વધારો
  • ગાંધીનગર/રાજકોટ: તાપમાનમાં 1°Cનો ઘટાડો

આવતીકાલથી 3 દિવસ માવઠાની આગાહી

Weather Twist

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે 19થી 21 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વરસાદ પડી શકે છે.

  • ક્યાં પડી શકે વરસાદ? સૌરાષ્ટ્ર, કચ્છ, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, અમદાવાદ, વડોદરા અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
  • અંબાલાલ પટેલની આગાહી: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં કરા પણ પડી શકે છે. જોકે, એપ્રિલના અંતમાં ગરમીનો પારો 43°C સુધી પહોંચી શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : લીંબડીમાં કાળમુખી આગ મોબાઈલ ફાટ્યો કે ACમાં શોર્ટ સર્કિટ? જીવતા ભૂંજાયા પતિ-પત્ની

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments