Tragedy in Limbdi: લીંબડીની વોરા સોસાયટીમાં ગત રાત્રે સર્જાયેલા અગ્નિકાંડમાં એક હસતું-રમતું દંપતી હોમાઈ ગયું છે. રહેણાક મકાનમાં અચાનક લાગેલી ભયાનક આગમાં પતિ-પત્નીના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિને મરણતોલ સ્થિતિમાંથી બચાવી લેવામાં સફળતા મળી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
Tragedy in Limbdi: શું તી સમગ્ર ઘટના?

17 એપ્રિલની મોડી રાત્રે જ્યારે આખું શહેર નિંદ્રામાં હતું, ત્યારે વોરા સોસાયટીમાં આવેલા એક મકાનમાંથી અચાનક આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી. જોતજોતામાં આગે આખા ઘરને લપેટમાં લઈ લીધું હતું. આ દુર્ઘટનામાં શબ્બીર બુરહાનભાઈ અને તેમના પત્ની રસીદાબેન શબ્બીરભાઈ રૂમમાં ફસાઈ ગયા હતા અને ગંભીર રીતે દાઝી જવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
Tragedy in Limbdi: આગ લાગવાનું કારણ શું? (તર્ક-વિતર્ક)
આગ કેવી રીતે લાગી તે અંગે હાલ બે ચર્ચાઓએ જોર પકડ્યું છે:
- લોકોનો દાવો: સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ઘરમાં મોબાઈલ ચાર્જિંગમાં હતો અને તેની બેટરી ફાટવાને કારણે સોફામાં આગ લાગી હતી જે બાદમાં આખા રૂમમાં ફેલાઈ ગઈ.
- તંત્રનું અનુમાન: વહીવટી તંત્રના મતે એર કન્ડીશનર (AC) માં શોર્ટ સર્કિટ થવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે.
Tragedy in Limbdi: નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે રોષ

ઘટનાને પગલે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે:
- ફાયર સુવિધાનો અભાવ: લીંબડી જેવી નગરપાલિકા પાસે પોતાની પૂરતી ફાયર સુવિધા નથી.
- મોડું પહોંચ્યું તંત્ર: આગ લાગ્યાના કલાકો બાદ ટીમ પહોંચી હતી. જો સુરેન્દ્રનગરથી ટીમ બોલાવવામાં સમય ન બગડ્યો હોત, તો કદાચ દંપતીનો જીવ બચી શક્યો હોત.
- અધિકારીઓની લાચારી: ઘટનાસ્થળે હાજર અધિકારીઓ પણ સુવિધાના અભાવે લાચાર બનીને માત્ર જોતા રહ્યા હતા.
ધારાસભ્યની મુલાકાત અને તપાસ
ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય કિરીટસિંહ રાણા હોસ્પિટલ પહોંચ્યા હતા. હાલ પોલીસે ગુનો નોંધીને આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : કેમરન ગ્રીનની ફટકાબાજી અને ટાટાની કાર પર વાગ્યો બોલ, જાણો મેચની 5 મોટી ક્ષણો




