Home Desh Major Success for Sanand Police: બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને જાનથી મારી નાખવાની...

Major Success for Sanand Police: બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ સાણંદથી ઝડપાયો

0
312
Major Success for Sanand Police
Major Success for Sanand Police

Major Success for Sanand Police: બિહારના નવનિયુક્ત મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને મોબાઈલ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવાના ચકચારી કેસમાં અમદાવાદની સાણંદ પોલીસે મોટી સફળતા મેળવી છે. બિહાર પોલીસના ઈનપુટ્સને આધારે કાર્યવાહી કરીને સાણંદ પોલીસે આરોપીને સાણંદ-કડી રોડ પરથી દબોચી લીધો છે.

Major Success for Sanand Police

Major Success for Sanand Police: શું હતો સમગ્ર મામલો?

બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને થોડા સમય પહેલા એક અજ્ઞાત શખ્સ દ્વારા ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ગંભીર મામલે બિહારના મુંગેર જિલ્લાના સંગ્રામપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. હાઈપ્રોફાઈલ કેસ હોવાથી બિહાર પોલીસ ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને શોધી રહી હતી, જેનું લોકેશન ગુજરાતના સાણંદમાં ટ્રેસ થયું હતું.

Major Success for Sanand Police: સાણંદ પોલીસે કેવી રીતે ઓપરેશન પાર પાડ્યું?

બિહાર પોલીસે આ અંગેની જાણ અમદાવાદ ગ્રામ્ય પોલીસને કરી હતી. સાણંદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે સતત બિહાર પોલીસના સંપર્કમાં રહીને મોબાઈલ નંબરના આધારે તપાસ તેજ કરી હતી. ચોક્કસ બાતમી અને લોકેશનના આધારે પોલીસે સાણંદ-કડી રોડ પર વોચ ગોઠવી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો.

Major Success for Sanand Police: આરોપીની ઓળખ અને કબૂલાત

પોલીસ તપાસમાં પકડાયેલા આરોપીની વિગતો નીચે મુજબ છે:

  • નામ: શેખર ક્રિષ્ના યાદવ (ઉંમર: 32 વર્ષ)
  • વતન: ખરૌધા ગામ, બેલહર તાલુકો, જિલ્લો બાંકા, બિહાર.
  • વ્યવસાય: તે સાણંદના નિધરાડ ગામ પાસે આવેલી ‘થાર ડ્રાયપોર્ટ’ કંપનીમાં જલારામ ટ્રાન્સપોર્ટની ગાડી પર મજૂરી/કામ કરતો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં શેખર યાદવે પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેણે શા માટે મુખ્યમંત્રીને ધમકી આપી તે દિશામાં હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

બિહાર પોલીસને સોંપવામાં આવ્યો

સાણંદ પોલીસે આરોપીની અટકાયત કરી તેને રાઉન્ડ-અપ કર્યો હતો. ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી, બિહાર પોલીસની ટીમ ગુજરાત આવી પહોંચતા આરોપીનો કબજો તેમને સોંપવામાં આવ્યો છે. ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને તેને વધુ પૂછપરછ માટે બિહાર લઈ જવામાં આવશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

અમદાવાદ પોલીસ વિવાદમાં MPના પ્રતિષ્ઠિત કરિયર કોચ સાથે ‘ગુનેગાર’ જેવું વર્તન, મોબાઈલ ચેક કરી લાંચ માંગ્યાનો આરોપ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે