HomeDeshTrump’s New Target: હોર્મુઝ પછી ટ્રમ્પનો નવો ટાર્ગેટ 'મલક્કા સ્ટ્રેટ' ઇન્ડોનેશિયા સાથેની...

Trump’s New Target: હોર્મુઝ પછી ટ્રમ્પનો નવો ટાર્ગેટ ‘મલક્કા સ્ટ્રેટ’ ઇન્ડોનેશિયા સાથેની ડિલથી ચીનનું વધશે ટેન્શન, ભારત માટે શું છે સંકેત?

Trump’s New Target: વિશ્વના દરિયાઈ માર્ગો પર વર્ચસ્વ જમાવવા માટે અમેરિકાએ હવે વધુ એક મોટું પગલું ભર્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન પર દબાણ વધાર્યા બાદ, હવે ટ્રમ્પ વહીવટીતંત્રે દક્ષિણ-પૂર્વ એશિયાના સૌથી મહત્વપૂર્ણ ગણાતા ‘મલક્કા સ્ટ્રેટ’ પર નજર બગાડી છે. આ માટે અમેરિકા અને ઇન્ડોનેશિયા વચ્ચે 13 એપ્રિલે એક મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર કરવામાં આવ્યો છે.

Trump’s New Target

Trump’s New Target: શું છે અમેરિકા-ઇન્ડોનેશિયા વચ્ચેનો કરાર?

અમેરિકી સંરક્ષણ મંત્રી પીટર હેગસેથ અને ઇન્ડોનેશિયાના સંરક્ષણ મંત્રી સફરી શમસુદ્દીને પેન્ટાગોનમાં એક ડીલ સાઈન કરી છે. આ કરાર હેઠળ:

  • અમેરિકી સૈન્ય વિમાનોને ઇન્ડોનેશિયાના હવાઈ ક્ષેત્રમાં સરળતાથી અવરજવરની મંજૂરી મળી છે.
  • તે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાની સૈન્ય પકડ મજબૂત કરશે.
  • હોર્મુઝમાં નાકાબંધી બાદ તેલના ભાવ 100 ડોલરને પાર પહોંચ્યા છે, ત્યારે અમેરિકા હવે બીજા મોટા ગળાટૂંપ (Bottleneck) સમાન મલક્કા પર પકડ જમાવવા માંગે છે.

Trump’s New Target: મલક્કા સ્ટ્રેટ: દુનિયાની આર્થિક લાઈફલાઈન

મલક્કા સ્ટ્રેટ કેમ આટલું મહત્વનું છે તે આ આંકડાઓ પરથી સમજી શકાય છે:

  • વૈશ્વિક વેપાર: દુનિયાનો 40% વેપાર આ માર્ગે થાય છે.
  • તેલ પુરવઠો: વિશ્વનો 30% ઓઈલ સપ્લાય અહીંથી પસાર થાય છે.
  • ભૌગોલિક સ્થિતિ: આ હોર્મુઝ કરતા 9 ગણો સાંકડો (માત્ર 3 કિમી પહોળો) માર્ગ છે, જે તેને વ્યૂહાત્મક રીતે અત્યંત જોખમી અને મહત્વનો બનાવે છે.

Trump’s New Target: ચીનની સૌથી મોટી નબળાઈ: ‘મલક્કા ડિલેમા’

ચીન માટે આ માર્ગ તેની સૌથી મોટી નબળાઈ છે. ચીનનો 80% ઓઈલ સપ્લાય આ જ માર્ગે આવે છે. જો અમેરિકા અહીં પોતાની પકડ મજબૂત કરે, તો ચીનની અર્થવ્યવસ્થા અને ઉદ્યોગોનો શ્વાસ રુંધાઈ શકે છે. આ જ ડરને કારણે ચીની નેતાઓ તેને ‘મલક્કા ડિલેમા’ કહે છે.

Trump’s New Target: ભારત માટે ફાયદો કે નુકસાન?

ભારત માટે આ પરિસ્થિતિ મિશ્ર સાબિત થઈ શકે છે:

  1. વ્યૂહાત્મક સરસાઈ: ભારતનો 55% વેપાર પણ આ માર્ગે થાય છે. અંદમાન-નિકોબાર ટાપુઓ મલક્કાના મુખ પાસે જ હોવાથી ભારત પાસે અહીં પહેલેથી જ કુદરતી ફાયદો છે.
  2. સૈન્ય સહયોગ: ભારતનું INS બાઝ (કેમ્પબેલ બે) આ વિસ્તારમાં બાજ નજર રાખે છે. જો અમેરિકા અને સિંગાપોર ભારતની ભૂમિકાને સ્વીકારે, તો ભારત આ વિસ્તારમાં ‘નેટ સિક્યુરિટી પ્રોવાઈડર’ બની શકે છે.
  3. પડકાર: ઇન્ડોનેશિયા અને મલેશિયા પોતાની સાર્વભૌમત્વને લઈને કડક છે, તેથી વધુ પડતી અમેરિકી દખલગીરી આ ક્ષેત્રમાં અસ્થિરતા પણ લાવી શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 ગોતા બ્રિજ પાસે કાળમુખા ડમ્પરે રેપિડો ચાલક અને પેસેન્જરનો ભોગ લીધો, ઓવરટેક કરવા જતા સર્જાયો ગમખ્વાર અકસ્માત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments