Home State Gujarat Ahmedabad Brutal Murder Solved: સાબરમતીના પટમાં યુવકને સળગાવી દેનાર ૩ હત્યારાઓ ઝડપાયા,...

Ahmedabad Brutal Murder Solved: સાબરમતીના પટમાં યુવકને સળગાવી દેનાર ૩ હત્યારાઓ ઝડપાયા, માત્ર ૪૮ કલાકમાં ભેદ ઉકેલાયો

0
332
Ahmedabad Brutal Murder Solved
Ahmedabad Brutal Murder Solved

Ahmedabad Brutal Murder Solved: શહેરના સરખેજ વિસ્તારમાં સાબરમતી નદીના અવાવરું પટમાં થયેલી એક ઘાતકી હત્યાનો ભેદ અમદાવાદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસનો બાતમીદાર હોવાની શંકા રાખીને એક યુવકની હત્યા કરી, પુરાવા નાશ કરવા લાશને ડીઝલ છાંટી સળગાવી દેનાર ત્રણ આરોપીઓને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

Ahmedabad Brutal Murder Solved

Ahmedabad Brutal Murder Solved: પેટ્રોલિંગ દરમિયાન મળી સળગેલી લાશ

ઘટનાની વિગત એવી છે કે, ગત રાત્રે આશરે ચાર વાગ્યાના સુમારે સરખેજ પોલીસની ટીમ વણઝર ગામ પાસે સાબરમતી નદીના પટમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસને એક સળગેલી હાલતમાં બિનવારસી લાશ મળી આવી હતી. લાશ એટલી હદે બળી ગઈ હતી કે પ્રાથમિક દ્રષ્ટિએ તેની ઓળખ કરવી મુશ્કેલ હતી. જોકે, ઝીણવટભરી તપાસ બાદ મૃતકની ઓળખ સરખેજના સિપાઈ વાસમાં રહેતા જાવેદ ઉર્ફે મરઘી ઇકબાલભાઇ સિપાઇ તરીકે થઈ હતી.

Ahmedabad Brutal Murder Solved: CCTV અને ડીઝલના કેરબાએ અપાવ્યો સુરાગ

આ અંધારિયા હત્યાકાંડને ઉકેલવા માટે LCB અને સરખેજ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લીધી હતી. તપાસ દરમિયાન પોલીસને નજીકના એક પેટ્રોલ પંપના CCTV ફૂટેજ મળ્યા, જેમાં એક શખ્સ કેરબામાં ડીઝલ ખરીદતો દેખાયો હતો. આ શખ્સની ઓળખ દિપક ઉર્ફે ભગી પશાભાઈ રાવળ તરીકે થઈ હતી.

આરોપીઓ પોલીસથી બચવા માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા નહોતા, પરંતુ પોલીસે પોતાના ખાનગી બાતમીદારોને સક્રિય કરીને અન્ય બે આરોપીઓ જીતેન્દ્ર ઉર્ફે જીતુ ચુનારા અને જગદીશ ઉર્ફે કપિલ ઠાકોરને પણ ટ્રેક કરી લીધા હતા. ત્રણેય આરોપીઓ રીક્ષા લઈને શહેર છોડીને ભાગવાની તૈયારીમાં હતા, ત્યારે જ ઉજાલા બ્રિજ નીચેથી પોલીસે તેમને દબોચી લીધા હતા.

Ahmedabad Brutal Murder Solved: કેમ કરવામાં આવી હત્યા?

ઝોન 7 DCPના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી જીતેન્દ્ર ચુનારા સામે અગાઉ પણ દારૂના (પ્રોહિબિશન) ગુના નોંધાયેલા છે અને તે માતર પોલીસ સ્ટેશનના એક ગુનામાં વોન્ટેડ હતો. જીતેન્દ્રને શંકા હતી કે પોલીસ તેના ઘરે અવારનવાર તપાસ કરવા આવે છે તેની પાછળ જાવેદ (મૃતક) જવાબદાર છે. તેને લાગતું હતું કે જાવેદ પોલીસનો બાતમીદાર છે.

Ahmedabad Brutal Murder Solved: હત્યાનો ઘટનાક્રમ:

  1. ષડયંત્ર: બાતમીદાર હોવાની અદાવતમાં જાવેદને નદીના પટમાં બોલાવવામાં આવ્યો.
  2. હત્યા: ત્યાં તેને છરાના ઘા ઝીંકી રહેંસી નાખવામાં આવ્યો.
  3. પુરાવાનો નાશ: ઓળખ છુપાવવા માટે આરોપીઓએ લાશ પર લાકડાં ગોઠવી, ડીઝલ છાંટી તેને સળગાવી દીધી. એટલું જ નહીં, મૃતકની રીક્ષા પણ અન્ય સ્થળે લઈ જઈ સળગાવી દીધી હતી.

Ahmedabad Brutal Murder Solved: પોલીસની સફળતા

અવાવરું જગ્યાએ અને કોઈ પણ પ્રકારના ટેકનિકલ પુરાવા (મોબાઈલ વગેરે) વગર થયેલા આ ગુનાને ઉકેલવામાં અમદાવાદ પોલીસને મોટી સફળતા મળી છે. પકડાયેલા આરોપીઓ પૈકી જીતેન્દ્ર ચુનારા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ સમાચાર વાંચવાં માટે અંહી ક્લિક કરો

 કેમિકલના બેરલમાં દારૂનું ‘કેમિકલ લોચો’, સરખેજ પોલીસે ₹10 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે