US-Iran Deal Deadlock: પાકિસ્તાનમાં ચાલેલી ઈરાન અને અમેરિકા વચ્ચેની ૨૧ કલાકની લાંબી અને મહત્વપૂર્ણ મધ્યસ્થતા અનિર્ણિત રહી છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા કોઈ પણ ડીલ વગર પાછું ફરી રહ્યું છે અને આ ઈરાન માટે ચિંતાજનક સમાચાર છે. બીજી તરફ, ઈરાને અમેરિકાની શરતોને ‘જરૂરિયાત કરતા વધુ કડક’ ગણાવીને આ સમજૂતીને ફગાવી દીધી છે.

US-Iran Deal Deadlock: ત્રણ મુખ્ય મુદ્દાઓ જ્યાં ‘પેચ’ ફસાયો
બંને દેશો વચ્ચે સીઝફાયર હોવા છતાં સમજૂતી ન થઈ શકવા પાછળ ત્રણ મુખ્ય કારણો જવાબદાર છે:

- પરમાણુ હથિયાર (Nuclear Program): અમેરિકાની સૌથી મોટી શરત એ છે કે ઈરાન પરમાણુ હથિયાર બનાવવાની કોશિશ સંપૂર્ણપણે છોડી દે. ટ્રમ્પ પ્રશાસન માટે આ ૯૯% ડીલ સમાન છે. જ્યારે ઈરાનનું કહેવું છે કે યુરેનિયમ સંવર્ધન એ તેમનો અધિકાર છે અને તે કોઈ પણ કિંમતે છોડશે નહીં.
- હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz): હોર્મુઝ પર કોનું નિયંત્રણ રહેશે તે બાબતે મોટો વિવાદ છે. ઈરાને યુદ્ધ દરમિયાન અહીં જે દરિયાઈ સુરંગો (Mines) બિછાવી છે, તેના કારણે મોટો ખતરો ઉભો થયો છે. નવાઈની વાત એ છે કે ઈરાન પોતે પણ આ સુરંગોની ચોક્કસ લોકેશન ભૂલી ગયું છે, જેના કારણે તે હવે પોતે પણ તેને હટાવી શકતું નથી. ઈરાન ત્યાંથી પસાર થતા જહાજો પાસેથી ટોલ વસૂલવાની જીદ પર અડગ છે.
- લેબનોન અને ઈઝરાયલનો એંગલ: ઈરાનની માંગ હતી કે અમેરિકા લેબનોનમાં ઈઝરાયલના હુમલા રોકે. જોકે, ટ્રમ્પે લેબનોનને આ ડીલથી અલગ રાખ્યું છે. ઈઝરાયલના પીએમ નેતન્યાહુએ પણ સ્પષ્ટ કર્યું છે કે તેમનો ટાર્ગેટ હિઝબુલ્લાહ અને ઈરાનના પરમાણુ મથકો જ છે.

US-Iran Deal Deadlock: શું હવે ફરીથી યુદ્ધ શરૂ થશે?

નિષ્ણાંતોના મતે સ્થિતિ ગંભીર છે:
- અમેરિકાનું વલણ: જે.ડી. વેન્સે આને ‘છેલ્લો અને શ્રેષ્ઠ પ્રસ્તાવ’ ગણાવ્યો છે. જો ઈરાન નહીં માને તો ટ્રમ્પ સરકાર ઈરાન પર દરિયાઈ નાકાબંધી કરી શકે છે અથવા તેના ખાર્ગ ટાપુ પર હુમલો કરી શકે છે.
- ઈરાનનો પ્રતિસાદ: ઈરાની વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેઓ અમેરિકા-ઈઝરાયલના અપરાધોને માફ નહીં કરે અને હોર્મુઝ પર પોતાનું મેનેજમેન્ટ ચાલુ રાખશે.
- ઈઝરાયલનો ડર: ઈઝરાયલ આ ડીલથી દૂર હોવાથી નારાજ છે. તેને ડર છે કે જો સમજૂતી થશે તો ઈરાનને પરમાણુ કાર્યક્રમમાં છૂટ મળી જશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: સૌરાષ્ટ્ર-કચ્છમાં ‘યલો એલર્ટ’ સાથે હીટવેવની આગાહી, પારો 42 ડિગ્રીને પાર જશે




