Ceasefire Explained: વિશ્વ જે ક્ષણની સૌથી વધુ ફાળ અનુભવી રહ્યું હતું, તે પરમાણુ યુદ્ધનો ખતરો હાલ પૂરતો ટળી ગયો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ‘ઈરાનને નકશા પરથી મિટાવી દેવાની’ અંતિમ ચેતવણી (Deadline) બાદ અચાનક બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત થઈ છે. ચાલો સમજીએ કે છેલ્લી ઘડીએ એવું તો શું થયું કે ટ્રમ્પના તેવર નરમ પડ્યા?

Ceasefire Explained: ટ્રમ્પની ‘ડેડલાઇન’ અને વિનાશની ધમકી
મંગળવારે વોશિંગ્ટન સમય મુજબ રાત્રે 8 વાગ્યા સુધીની સમયમર્યાદા આપતા ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ગર્જના કરી હતી કે, જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ (સમુદ્રી માર્ગ) નહીં ખોલે તો અમેરિકા ઈરાનની આખી સભ્યતા નષ્ટ કરી દેશે. ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ્સ, તેલના કેન્દ્રો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવાની સ્પષ્ટ ચેતવણી આપી હતી.
Ceasefire Explained: હુમલાની શરૂઆત અને ‘માનવ સાંકળ’
સમયમર્યાદા પૂરી થાય તે પહેલા જ અમેરિકા અને ઈઝરાયલે ઈરાનના ખાર્ગ ટાપુ (તેલ કેન્દ્ર) પર બોમ્બમારો કર્યો હતો. સામે પક્ષે ઈરાને પણ ઈઝરાયલના તેલ અવીવ પર મિસાઈલો છોડી વળતો પ્રહાર કર્યો. ઈરાની સરકારે પોતાના નાગરિકોને મહત્વના સ્થળોએ ‘માનવ સાંકળ’ બનાવી ઢાલ બનવા અપીલ કરી હતી.
Ceasefire Explained: પાકિસ્તાન અને ચીનની મધ્યસ્થી
જ્યારે એવું લાગતું હતું કે હવે ત્રીજું વિશ્વયુદ્ધ નિશ્ચિત છે, ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે મહત્વની ભૂમિકા ભજવી. તેમણે ટ્રમ્પ અને ઈરાન વચ્ચે સેતુ બનીને સમજાવટ કરી. પાકિસ્તાન-ચીનની મધ્યસ્થીથી ઈરાન બે અઠવાડિયા માટે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા સંમત થયું અને ટ્રમ્પને ’10-પોઈન્ટનો પ્રસ્તાવ’ મોકલ્યો.
Ceasefire Explained: ‘ડબલ સાઈડેડ સીઝફાયર’ની જાહેરાત
ડેડલાઇનના માત્ર દોઢ કલાક પહેલા ટ્રમ્પે જાહેરાત કરી કે તેઓ બોમ્બમારો અટકાવશે. તેમણે આને ‘Workable basis’ (વાટાઘાટો માટે યોગ્ય આધાર) ગણાવ્યો. બીજી તરફ, ઈરાને પણ આને પોતાની જીત ગણાવી છે, પરંતુ તેમની શરતો કડક છે:
- ઈરાન પરના તમામ પ્રતિબંધો હટાવવા.
- વિદેશમાં ફ્રીઝ થયેલી સંપત્તિ પરત આપવી.
- ક્ષતિગ્રસ્ત થયેલા ખાર્ગ ટાપુનું પુનઃનિર્માણ કરવું.
ઈઝરાયલનો અસંતોષ: શાંતિમાં ખલેલ પડી શકે?
આ આખી સમજૂતીમાં સૌથી મોટો અવરોધ ઈઝરાયલ છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ યુદ્ધવિરામનો સાફ વિરોધ કર્યો છે. જો ઈઝરાયલ લેબનોન કે ઈરાન પર પોતાના હુમલા ચાલુ રાખશે, તો આ 14 દિવસની શાંતિ ગમે ત્યારે ભંગ થઈ શકે છે.
14 દિવસ પછી શું?
હાલ પૂરતું યુદ્ધ ટળ્યું છે અને આગામી મહત્વની બેઠક પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાશે. જો આ 14 દિવસમાં કોઈ કાયમી ઉકેલ નહીં આવે, તો વિનાશક યુદ્ધની જ્વાળાઓ ફરી ભભૂકી શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




