HomeAhmedabadTerror Threat in Gujarat: ગુજરાતના ત્રણ મોટા શહેરોની RTO કચેરીઓને બોમ્બથી ઉડાવવાની...

Terror Threat in Gujarat: ગુજરાતના ત્રણ મોટા શહેરોની RTO કચેરીઓને બોમ્બથી ઉડાવવાની ધમકી ભારે અફરાતફરી

Terror Threat in Gujarat: ગુજરાતના વહીવટી તંત્રમાં આજે ફરી એકવાર ફફડાટ વ્યાપી ગયો છે. રાજ્યના ત્રણ મુખ્ય શહેરો—અમદાવાદ, રાજકોટ અને વડોદરાની RTO (રીઝનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ) ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું છે. ધમકીના પગલે સુરક્ષાના કારણોસર ત્રણેય કચેરીઓને તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી છે.

Terror Threat in Gujarat

Terror Threat in Gujarat: હજારો લોકોમાં ફાળ પડી, કામગીરી ઠપ્પ

RTO કચેરીઓમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો લાયસન્સ માટેના ટ્રેક ટેસ્ટ અને અન્ય કામકાજ માટે આવતા હોય છે. આજે પણ સવારથી જ મોટી સંખ્યામાં લોકો હાજર હતા, પરંતુ ધમકી મળતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તમામ લોકોને બહાર કાઢી પરિસર ખાલી કરાવાયું હતું. ટ્રેક ટેસ્ટ આપવા આવેલા ઉમેદવારોને પણ કોઈપણ ટેસ્ટ લીધા વગર પરત મોકલી દેવામાં આવ્યા છે.

Terror Threat in Gujarat

Terror Threat in Gujarat: સઘન સર્ચ ઓપરેશન ચાલુ

ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ (BDS) અને ડોગ સ્કવોડ દ્વારા ત્રણેય શહેરોની RTO કચેરીઓમાં ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાના અહેવાલ નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Terror Threat in Gujarat

Terror Threat in Gujarat: ધમકીઓનો સિલસિલો યથાવત

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતની મહત્વની સંસ્થાઓને ધમકી મળવાનો સિલસિલો ચાલુ રહ્યો છે:

  • 12 માર્ચ, 2026: અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ (ઘી કાંટા) ને ઉડાવવાની ધમકી મળી હતી, જે તપાસના અંતે અફવા સાબિત થઈ હતી.
  • 9 માર્ચ, 2026: ગુજરાત હાઇકોર્ટ, ગ્રાહક સુરક્ષા કોર્ટ અને ગ્રામ્ય કોર્ટને ઇમેલ મારફતે ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કોઈ અસામાજિક તત્વોનું કૃત્ય હોઈ શકે છે. તપાસ ચાલુ છે અને નાગરિકોને ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્ક રહેવા વિનંતી કરવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

પોરબંદર એરપોર્ટ રોડ લોહીથી ખરડાયો બે બાઈક વચ્ચેની ભીષણ ટક્કરમાં 4 આશાસ્પદ યુવાનોના મોત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments