Home State Gujarat Tragedy in Porbandar: પોરબંદર એરપોર્ટ રોડ લોહીથી ખરડાયો બે બાઈક વચ્ચેની ભીષણ...

Tragedy in Porbandar: પોરબંદર એરપોર્ટ રોડ લોહીથી ખરડાયો બે બાઈક વચ્ચેની ભીષણ ટક્કરમાં 4 આશાસ્પદ યુવાનોના મોત

0
223
Tragedy in Porbandar
Tragedy in Porbandar

Tragedy in Porbandar: પોરબંદરમાં આજે વહેલી સવારે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એરપોર્ટ રોડ પર બે મોટરસાયકલ વચ્ચે થયેલી સામસામેની ટક્કરમાં 4 આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર યુવાનો હવામાં ફંગોળાયા હતા અને વાહનોના ફુરચા ઉડી ગયા હતા.

Tragedy in Porbandar

Tragedy in Porbandar: ઘટનાની વિગત: સવારની શાંતિ ચીસોમાં ફેરવાઈ

પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વહેલી સવારે 5:00 થી 5:40 વાગ્યાના અરસામાં એરપોર્ટ રોડ પર બે બાઈક (GJ 25 AF 0530 અને GJ 25 AE 9772) વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. અકસ્માતને પગલે રસ્તા પર કાચ અને બાઇકના સ્પેરપાર્ટ્સ વિખેરાઈ ગયા હતા. સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક પાંચેય યુવાનોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે હોસ્પિટલ પહોંચતા પહેલા જ ત્રણ યુવાનોના શ્વાસ થંભી ગયા હતા.

Tragedy in Porbandar

Tragedy in Porbandar: મૃતકોની યાદી

અકસ્માતમાં જીવ ગુમાવનાર ચારેય યુવાનો પોરબંદરના પંચહાટડી, સોની બજાર અને આવાસ યોજના વિસ્તારના રહેવાસી હતા:

  • મિલન નારણભાઈ બાદરશાહી (ઉં.વ. 26) – ઘટનાસ્થળે મોત
  • દિપેશ નીતિનભાઈ ઢાકેચા (ઉં.વ. 18) – ઘટનાસ્થળે મોત
  • વનરાજ મનિષભાઈ ઝાલા (ઉં.વ. 17) – ઘટનાસ્થળે મોત
  • પિયુષ કિશોરભાઈ લોઢારી (ઉં.વ. 24) – જામનગર રિફર કરતી વખતે ખંભાળિયા નજીક મોત

Tragedy in Porbandar: ઈજાગ્રસ્તની સ્થિતિ

Tragedy in Porbandar

આ અકસ્માતમાં 14 વર્ષીય પ્રતિક નિલેશભાઈ જેઠવા (રહે. વિરડી પ્લોટ) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. હાલ તે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની હાલત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે.

Tragedy in Porbandar

શહેરમાં શોકનું મોજું

એકસાથે 4 આશાસ્પદ યુવાનોના મોતથી પોરબંદરના સોની બજાર અને પંચહાટડી વિસ્તારમાં માતમ છવાઈ ગયો છે. હોસ્પિટલ પરિસરમાં મૃતકોના સ્વજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. વહેલી સવારે અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે દિશામાં પણ તપાસ ચાલુ છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

આણંદમાં રવિવારની રજા માતમમાં ફેરવાઈ મહીસાગર નદીમાં નહાવા પડેલા વેટરનરી કોલેજના 4 વિદ્યાર્થીઓ ડૂબ્યા, 2 ના કરૂણ મોત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે