Miraculous Escape in Surat: સુરત રેલવે સ્ટેશન પર ચમત્કાર ચાલુ ટ્રેન નીચે યુવક પટકાયો, અડધી મિનિટ સુધી ઉપરથી ટ્રેન પસાર થઈ છતાં બચાવ

0
182
Miraculous Escape in Surat
Miraculous Escape in Surat

Miraculous Escape in Surat: સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આજે એક રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના બની હતી. અજમેર સ્પેશિયલ ટ્રેન પકડવા જતાં એક મુસાફર અચાનક સંતુલન ગુમાવતા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ગેપમાં નીચે પટકાયો હતો. લગભગ 30 સેકન્ડ સુધી ટ્રેન યુવક પરથી ચાલતી રહી હતી, પરંતુ રેલવે પોલીસની સતર્કતા અને નસીબના જોરે યુવકનો આબાદ બચાવ થયો છે.

Miraculous Escape in Surat

Miraculous Escape in Surat: શું હતી સમગ્ર ઘટના?

સીસીટીવી (CCTV) ફૂટેજમાં કેદ થયેલા દૃશ્યો મુજબ, ટ્રેન નંબર 09628 અજમેર સ્પેશિયલ ફેર એક્સપ્રેસ સ્ટેશન પરથી રવાના થઈ રહી હતી. આ સમયે એક મુસાફરે ચાલુ ટ્રેનમાં ચડવા માટે દોટ મૂકી હતી. ટ્રેન ગતિ પકડી રહી હતી ત્યારે મુસાફરનો હાથ છૂટી ગયો અને તે સીધો પાટા પર ખાબક્યો હતો. પ્લેટફોર્મ પર હાજર મુસાફરો આ જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા અને ભારે ફફડાટ ફેલાયો હતો.

Miraculous Escape in Surat: પોલીસ જવાનોની દેવદૂત બનીને એન્ટ્રી

ઘટના સમયે પ્લેટફોર્મ પર સુરત રેલવે પોલીસની સર્વેલન્સ ટીમ ફરજ પર હતી. પોલીસ જવાનોની નજર પડતા જ તેમણે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર સ્ફૂર્તિ બતાવી ટ્રેનને ઉભી રખાવી દીધી હતી. ટ્રેન થોભ્યા બાદ પોલીસ જવાનોએ અત્યંત સાવચેતીપૂર્વક યુવકને ટ્રેન નીચેથી હેમખેમ બહાર કાઢ્યો હતો.

Miraculous Escape in Surat

Miraculous Escape in Surat: પોલીસનો માનવીય અભિગમ

મોતના મુખમાંથી બહાર આવેલો યુવક એટલો ગભરાઈ ગયો હતો કે તે બોલવાની સ્થિતિમાં પણ નહોતો. પોલીસ ઇન્સ્પેક્ટર જે. બી. મીઠાપરા અને તેમની ટીમે યુવકને સાંત્વના આપી, પાણી પીવડાવી શાંત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવકને કોઈ ગંભીર ઈજા ન જણાતા તેને તે જ ટ્રેનમાં સુરક્ષિત રીતે રવાના કરવામાં આવ્યો હતો.

Miraculous Escape in Surat

રેલવે પોલીસની આ સમયસૂચકતા અને બહાદુરીને કારણે આજે એક મોટી જાનહાનિ ટળી છે અને મુસાફરને નવજીવન મળ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

પંજાબ કિંગ્સનો ઐતિહાસિક વિજય, T-20 ક્રિકેટમાં ભારતનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો