Home State Gujarat Tension in Gadhada: ગઢડામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ પશુને માર મારવાની...

Tension in Gadhada: ગઢડામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ પશુને માર મારવાની નજીવી બાબતે મામલો બિચક્યો, 11 સામે ફરિયાદ

0
246
Tension in Gadhada
Tension in Gadhada

Tension in Gadhada: બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં છેલ્લા 24 કલાકથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના વિંછીયા પરા વિસ્તારમાં પશુને માર મારવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ રાત્રે હિંસક અથડામણમાં ફેરવાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને બોટાદ રિફર કરવામાં આવ્યા છે. હાલમાં સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Tension in Gadhada

Tension in Gadhada: બપોરની અદાવત રાત્રે લોહીયાળ બની

ઘટનાની વિગત મુજબ, ગઈકાલે (3 એપ્રિલ) બપોરે 2:00 વાગ્યાની આસપાસ પશુને માર મારવા બાબતે બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી. તે સમયે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી, પરંતુ રાત્રે 8:45 વાગ્યે આ અદાવત ફરી વકરી હતી. બંને પક્ષો સામસામે આવી જતાં પથ્થરમારો અને મારામારીના દૃશ્યો સર્જાયા હતા, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

Tension in Gadhada

Tension in Gadhada: એક વ્યક્તિની હાલત ગંભીર

આ હિંસક અથડામણમાં રફિક હાજીભાઈ સૈયદ નામના વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને પ્રાથમિક સારવાર ગઢડામાં આપ્યા બાદ વધુ સારવાર અર્થે બોટાદ ખસેડાયા છે. અન્ય બે વ્યક્તિઓને પણ નાની-મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

Tension in Gadhada

Tension in Gadhada: પોલીસનું સઘન કોમ્બિંગ અને અટકાયત

સ્થિતિની ગંભીરતા જોતા બોટાદ SP ધર્મેન્દ્ર શર્મા અને DYSP મહર્ષિ રાવલ સહિત LCB અને SOGનો કાફલો ગઢડા દોડી ગયો હતો.

  • કોમ્બિંગ ઓપરેશન: પોલીસ દ્વારા વિંછીયા પરામાં રાત્રિભર કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
  • કાયદાકીય કાર્યવાહી: બે મહિલાઓ સહિત કુલ 11 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાંથી 9 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે.
  • પેટ્રોલિંગ: ગઢડા શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે રાત-દિવસ પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
Tension in Gadhada

‘પરિસ્થિતિ કાબૂમાં છે’ DYSP મહર્ષિ રાવલ

DYSP મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે, “બપોરની ઘટના બાદ રાત્રે ફરી તણાવ સર્જાયો હતો, પરંતુ પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. કોઈએ અફવાઓ પર ધ્યાન આપવું નહીં અને શાંતિ જાળવવી.”

હાલમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં શાંતિ છે, પરંતુ અગમચેતીના ભાગરૂપે પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત તહેનાત રાખવામાં આવ્યો છે.

Tension in Gadhada

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 સુરત રેલવે સ્ટેશન પર ચમત્કાર ચાલુ ટ્રેન નીચે યુવક પટકાયો, અડધી મિનિટ સુધી ઉપરથી ટ્રેન પસાર થઈ છતાં બચાવ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે