Home Science & Technology Artemis-2 Update: અવકાશમાં નવો ઇતિહાસ પૃથ્વીની કક્ષા છોડી 34,000 કિમીની ઝડપે ચંદ્ર...

Artemis-2 Update: અવકાશમાં નવો ઇતિહાસ પૃથ્વીની કક્ષા છોડી 34,000 કિમીની ઝડપે ચંદ્ર તરફ રવાના થયા 4 અવકાશયાત્રીઓ

0
388
Artemis-2 Update
Artemis-2 Update

Artemis-2 Update: માનવ ઇતિહાસમાં અવકાશ સંશોધનનો એક નવો અધ્યાય શરૂ થયો છે. નાસાનું આર્ટેમિસ-2 (Artemis-2) મિશન હવે પૃથ્વીની મર્યાદાઓ ઓળંગીને ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. શુક્રવારે વહેલી સવારે 5:19 વાગ્યે ઓરિયન કેપ્સ્યુલે તેના શક્તિશાળી થ્રસ્ટર્સ ફાયર કર્યા અને સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષા છોડી દીધી છે.

Artemis-2 Update

Artemis-2 Update: શું છે ‘ટ્રાન્સલુનર ઇન્જેક્શન બર્ન’?

પૃથ્વીની ગુરુત્વાકર્ષણ શક્તિમાંથી બહાર નીકળી ચંદ્ર તરફ જવા માટે એન્જિન ફાયર કરવાની આ જટિલ પ્રક્રિયાને વૈજ્ઞાનિક ભાષામાં ટ્રાન્સલુનર ઇન્જેક્શન બર્ન કહેવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન:

  • લગભગ 6 મિનિટ સુધી એન્જિન કાર્યરત રહ્યું.
  • યાનની ગતિ વધીને 34,000 કિમી પ્રતિ કલાક (22,000 માઈલ/કલાક) થઈ ગઈ.
  • હવે આગામી 4 દિવસ સુધી આ યાત્રીઓ અવકાશમાં સફર કરી ચંદ્રની નજીક પહોંચશે.
Artemis-2 Update

Artemis-2 Update: ન્યૂટનના નિયમ પર નિર્ભર છે સફર

હાલમાં આર્ટેમિસ-2 ફ્રી-રિટર્ન ટ્રેજેક્ટરી પર છે. આનો અર્થ એ છે કે યાન હવે ન્યૂટનના ગતિના પહેલા નિયમ (જડત્વનો નિયમ) મુજબ આગળ વધી રહ્યું છે. હવે આખી મુસાફરી દરમિયાન એન્જિનનો ઉપયોગ માત્ર દિશાના નાના-મોટા સુધારા માટે જ કરવામાં આવશે.

Artemis-2 Update

Artemis-2 Update: જોખમ: સહેજ પણ ચૂક અને સર્જાઈ શકે છે હોનારત

આ મિશનનો આ તબક્કો અત્યંત સંવેદનશીલ અને જોખમી છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર:

  1. અથડામણનું જોખમ: ગણતરીમાં સહેજ પણ ભૂલ યાનને ચંદ્રની સપાટી સાથે સીધું અથડાવી શકે છે.
  2. અનંત અવકાશ: જો દિશામાં સહેજ પણ ફેરફાર થાય, તો યાન ચંદ્રની ભ્રમણકક્ષામાં જવાને બદલે અનંત અવકાશમાં ભટકી શકે છે.
Artemis-2 Update

ઐતિહાસિક મિશનની શરૂઆત

યાદ અપાવી દઈએ કે 1 એપ્રિલના રોજ સવારે 4:05 વાગ્યે શક્તિશાળી ‘સ્પેસ લોન્ચ સિસ્ટમ’ (SLS) રોકેટ દ્વારા 4 અવકાશયાત્રીઓ રવાના થયા હતા. અત્યાર સુધીના ઇતિહાસમાં માત્ર 24 મનુષ્યો જ ચંદ્ર સુધી પહોંચી શક્યા છે, ત્યારે આ 4 યાત્રીઓ દાયકાઓ પછી આ પરાક્રમ દોહરાવવા જઈ રહ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગુજરાતમાં વસ્તી ગણતરી પર બ્રેક! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે સરકારનો મોટો નિર્ણય

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે