HomeGujaratRain Alert for Gujarat: ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં...

Rain Alert for Gujarat: ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

Rain Alert for Gujarat: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી એકવાર મેઘરાજાએ એન્ટ્રી કરી છે. હવામાન વિભાગ અને આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા આજે એટલે કે 3 એપ્રિલના રોજ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ (માવઠું) પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં કુદરતનો પ્રકોપ જોવા મળી શકે છે.

Rain Alert for Gujarat

Rain Alert for Gujarat: કયા વિસ્તારોમાં છે વરસાદની આગાહી?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નીચેના જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે:

  • ઉત્તર ગુજરાત: બનાસકાંઠા અને સાબરકાંઠા.
  • સૌરાષ્ટ્ર: દ્વારકા, પોરબંદર, જામનગર અને રાજકોટ.
  • કચ્છ: સમગ્ર કચ્છ પંથકમાં હવામાન પલટાવાની શક્યતા.

Rain Alert for Gujarat: વાવાઝોડા જેવી સ્થિતિ 70 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસના જણાવ્યા મુજબ, 2 સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય રીતે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે, પરંતુ નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે કેટલાક ભાગોમાં પવનની ગતિ 60થી 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

Rain Alert for Gujarat

Rain Alert for Gujarat: ગઈકાલે જામનગર અને ભુજમાં કરા સાથે વરસાદ

ઉલ્લેખનીય છે કે, 2 એપ્રિલના રોજ જામનગરના લાલપુર અને કચ્છના ભુજ, ખાવડા, મિરઝાપર અને સુખપર પંથકમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. કરા પડવાને કારણે રસ્તાઓ પર સફેદ ચાદર પથરાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

ખેડૂતોની ચિંતામાં વધારો

ચૈત્ર માસમાં અચાનક આવેલા આ કમોસમી વરસાદને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને રવી પાક અને બાગાયતી પાકો પર આ માવઠાની માઠી અસર પડી શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : અદાણીએ CNGમાં ઝીંક્યો રૂ. 1.50નો વધારો, અમદાવાદમાં ભાવ ₹83.77ને પાર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments