Political Intervention Sparks Action:  જૂનાગઢ સિવિલની જોહુકમી ‘આયુષ્માન કાર્ડ નથી તો ઓપરેશન નહીં’, ફ્રેક્ચર સાથે વૃદ્ધા 5 દિવસ પીડામાં કણસતા રહ્યા, વિપક્ષના હસ્તક્ષેપ બાદ તંત્ર જાગ્યું

0
148
Political Intervention Sparks Action
Political Intervention Sparks Action

Political Intervention Sparks Action: ગરીબ દર્દીઓને મફત અને ઝડપી સારવાર મળે તે માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્રએ માનવતાને શરમાવે તેવો કિસ્સો રજૂ કર્યો છે. હાથમાં ગંભીર ફ્રેક્ચર હોવા છતાં એક ગરીબ મહિલા દર્દીને માત્ર ‘આયુષ્માન કાર્ડ’ ન હોવાના બહાને 5 દિવસ સુધી ઓપરેશન વગર ધક્કા ખવડાવવામાં આવ્યા હતા.

Political Intervention Sparks Action: “કાર્ડ હોત તો સરકારીમાં શું કામ આવત?” – પીડિતની વેદના

Political Intervention Sparks Action

પરેશાની ભોગવનાર શાંતિબેને રડમસ અવાજે જણાવ્યું કે, “પડી જવાથી મારા હાથમાં ગંભીર ઈજા થઈ હતી. શનિવારે હોસ્પિટલ આવી ત્યારે બુધવારે ઓપરેશનનું વચન આપ્યું હતું. પરંતુ બુધવારે જ્યારે હું ઓપરેશન માટે તૈયાર થઈ, ત્યારે સ્ટાફે રોકડું પરખાવી દીધું કે ‘આયુષ્માન કાર્ડ લાવો તો જ ઓપરેશન થશે’. જો મારી પાસે પૈસા કે કાર્ડ હોત તો હું અહીં ધક્કા શું કામ ખાત?” પાંચ દિવસ સુધી અસહ્ય પીડા ભોગવ્યા બાદ પણ તંત્ર પીગળ્યું નહોતું.

Political Intervention Sparks Action: વિપક્ષના નેતાની આકરી રજૂઆત

Political Intervention Sparks Action

આ મામલે જૂનાગઢ મનપાના વિપક્ષ નેતા લલિત પરસાણાએ હોસ્પિટલ પહોંચી સત્તાધીશોનો ઉધડો લીધો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, “શું સરકારનો એવો કોઈ પરિપત્ર છે કે કાર્ડ વગર સરકારી હોસ્પિટલમાં ઓપરેશન ન કરવું?” હોસ્પિટલના અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે આવો કોઈ નિયમ નથી. પરસાણાએ આક્ષેપ કર્યો કે આ માત્ર ગરીબોને હેરાન કરવાની અને જવાબદારીમાંથી છટકવાની ડોક્ટરોની રીત છે.

Political Intervention Sparks Action: સિવિલ સર્જનની સ્પષ્ટતા અને રોગી કલ્યાણ સમિતિ

Political Intervention Sparks Action

વિવાદ વધતા સિવિલ સર્જન ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, “આયુષ્માન કાર્ડ (PMJAY) યોજના ગરીબો માટે વરદાન છે અને તેના ફંડનો ઉપયોગ હોસ્પિટલની સુવિધા માટે થાય છે. જોકે, જે દર્દી પાસે કાર્ડ નથી, તેમના માટે ‘રોગી કલ્યાણ સમિતિ’ (RKS) કાર્યરત છે. દસ્તાવેજોના અભાવે કોઈનું ઓપરેશન અટકવું જોઈએ નહીં.” તેમણે ખાતરી આપી છે કે હવે શાંતિબેનનું ઓપરેશન તાત્કાલિક ધોરણે કરી દેવામાં આવશે.

Political Intervention Sparks Action

તંત્રની મનમાની સામે ઉઠતા સવાલો

આ ઘટનાએ સરકારી હોસ્પિટલોની પોલ ખોલી નાખી છે:

  • શું ઈમરજન્સીમાં ‘કાગળ’ માનવતા કરતા મોટા છે?
  • જ્યારે રાજકીય નેતાઓ દબાણ કરે ત્યારે જ વહીવટી તંત્ર કેમ હરકતમાં આવે છે?
  • ગ્રાઉન્ડ લેવલ પર ‘રોગી કલ્યાણ સમિતિ’ જેવી યોજનાઓ ગરીબો સુધી કેમ નથી પહોંચતી?

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : વસ્તી ગણતરી 2026 1 એપ્રિલથી દેશમાં ડિજિટલ ગણતરીનો પ્રારંભ, લિવ-ઈન કપલ્સ પણ ગણાશે ‘પરિણીત’, જાણો પૂછાનારા 33 સવાલો