HomeDeshRajasthan’s Tallest Hanuman Statue:નાથદ્વારામાં ભક્તિનો નવો પરચો: 131 ફૂટ ઊંચી હનુમાન પ્રતિમા...

Rajasthan’s Tallest Hanuman Statue:નાથદ્વારામાં ભક્તિનો નવો પરચો: 131 ફૂટ ઊંચી હનુમાન પ્રતિમા તૈયાર, 30 કિમી દૂરથી થશે દર્શન; રામનવમીએ લોકાર્પણ

Rajasthan’s Tallest Hanuman Statue:રાજસ્થાનના પ્રખ્યાત યાત્રાધામ નાથદ્વારામાં હવે શ્રદ્ધાળુઓને ભગવાન શ્રીનાથજી અને મહાદેવની સાથે બજરંગબલીના પણ વિરાટ સ્વરૂપના દર્શન થશે. ગિરિરાજ પર્વત પર 131 ફૂટ ઊંચી શ્રી શ્રીજીના હનુમાનજી’ ની પ્રતિમા બનીને તૈયાર છે, જેનું લોકાર્પણ આગામી રામનવમીના પવિત્ર દિવસે કરવામાં આવશે.

Rajasthan’s Tallest Hanuman Statue:500 ફૂટની ઊંચાઈ પર સ્થાપિત ‘સ્વામી ભક્તિ’નું પ્રતીક

Rajasthan’s Tallest Hanuman Statue

આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા ‘વિશ્વાસ સ્વરૂપમ’ની બિલકુલ સામે ગિરિરાજ પર્વત પર 500 ફૂટની ઊંચાઈએ બનાવવામાં આવી છે.

  • વિશેષતા: હનુમાનજીની આ પ્રતિમા પ્રણામ મુદ્રામાં છે અને તેમનું મુખ ભગવાન શ્રીનાથજી તથા શિવ પ્રતિમા તરફ રાખવામાં આવ્યું છે, જે અતૂટ સ્વામી ભક્તિ દર્શાવે છે.
  • ફળદાયી સ્વરૂપ: શાસ્ત્રો મુજબ આ દક્ષિણમુખી પ્રતિમા અત્યંત ફળદાયી અને રક્ષક માનવામાં આવે છે.

Rajasthan’s Tallest Hanuman Statue:થાઈલેન્ડનો ગોલ્ડ કલર અને 150 ટનનું વજન

પ્રતિમાની ચમક વર્ષો સુધી અકબંધ રહે તે માટે ખાસ થાઈલેન્ડથી ગોલ્ડ કલર મંગાવવામાં આવ્યો છે. 150 ટન વજનની આ પ્રતિમા આશરે 13 માળની ઈમારત જેટલી ઊંચી છે. જમીનથી 20 ફૂટના બેઝ પર 111 ફૂટની પ્રતિમા બનાવવામાં આવી છે, જેની કુલ ઊંચાઈ 131 ફૂટ થાય છે.

Rajasthan’s Tallest Hanuman Statue

Rajasthan’s Tallest Hanuman Statue:પડકારજનક નિર્માણ અને શિલ્પકારની કલા

આ પ્રતિમાનું નિર્માણ પ્રખ્યાત શિલ્પકાર નરેશ કુમાવત દ્વારા કરવામાં આવ્યું છે. પર્વત પર હવાના પ્રચંડ દબાણ વચ્ચે ક્રેન ઉભી રાખવી પણ મુશ્કેલ હતી, છતાં આધુનિક ટેકનોલોજીથી તેને મજબૂત બનાવવામાં આવી છે. નિર્માણના 3 વર્ષ દરમિયાન કોઈ વિઘ્ન ન આવે તે માટે અહીં સતત સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા.

 પર્યટન અને આસ્થાનું નવું કેન્દ્ર

નાથદ્વારામાં પહેલેથી જ 369 ફૂટ ઊંચી શિવ પ્રતિમા ‘વિશ્વાસ સ્વરૂપમ’ આકર્ષણનું કેન્દ્ર છે. હવે હનુમાનજીની આ ગગનચુંબી પ્રતિમા ઉમેરાતા ધાર્મિક પર્યટનને મોટો વેગ મળશે. રામનવમીના દિવસે યોજાનારા લોકાર્પણ સમારોહમાં મોટી સંખ્યામાં સંતો અને ભક્તો ઉમટી પડશે.

આ પણ વાંચો :આંધ્ર પ્રદેશમાં કાળમુખો અકસ્માત: બસ અને ડમ્પર વચ્ચેની ભીષણ ટક્કર બાદ આગ લાગતા 14 મુસાફરો જીવતા ભૂંજાયા, 23 ઘાયલ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments