Home State Gujarat Injustice at Bopal Police Station: ‘નીકળ લુખ્ખા, મારું પો. સ્ટેશન છે’, ફરિયાદ...

Injustice at Bopal Police Station: ‘નીકળ લુખ્ખા, મારું પો. સ્ટેશન છે’, ફરિયાદ કરવા ગયેલા કંપનીના માલિક સાથે PSIનું અસભ્ય વર્તન; SPએ પણ અધિકારીનો બચાવ કર્યો

0
321
Injustice at Bopal Police Station
Injustice at Bopal Police Station

Injustice at Bopal Police Station: રાજ્યમાં જનતાના રક્ષક ગણાતી પોલીસનો વધુ એક નકારાત્મક ચહેરો સામે આવ્યો છે. અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં ન્યાય મેળવવા ગયેલા એક આશિષ કોસ્ટી નામના યુવક (કંપનીના માલિક) સાથે PSI જયેશ કાલોતરાએ અત્યંત તોછડું અને અપમાનજનક વર્તન કર્યું હોવાની ઘટના બની છે. નવાઈની વાત એ છે કે, ઉચ્ચ અધિકારીએ પણ PSIની શિસ્ત સમજાવવાને બદલે તેમનો બચાવ કર્યો છે.

Injustice at Bopal Police Station

Injustice at Bopal Police Station: ઘટનાની વિગત: શું હતો આખો વિવાદ?

નિકોલ વિસ્તારમાં રહેતા આશિષ કોસ્ટી અને તેમના મિત્રો કોઈ ફંક્શનમાં થયેલી માથાકૂટ બાબતે ફરિયાદ નોંધાવવા બોપલ પોલીસ સ્ટેશન ગયા હતા. ફરિયાદ લખાવ્યા બાદ રાઈટરે તેમને બહાર રાહ જોવાનું કહ્યું હતું.

  • મજબૂરી કે મસ્તી?: આશિષનું તાજેતરમાં જ હિપ રિપ્લેસમેન્ટ’ (થાપાનું ઓપરેશન) થયું હોવાથી તેઓ લાંબો સમય ઊભા રહી શકતા નહોતા. તેથી તેઓ પોતાની જ કારના બોનેટ પર બેઠા હતા.
  • PSIનું તોછડું વર્તન: સાદા કપડામાં રહેલા એક શખ્સે પહેલા તોછડાઈ કરી અને ત્યારબાદ PSI જયેશ કાલોતરાએ દૂરથી જ બૂમો પાડી આશિષને લુખ્ખો’ કહીને અપમાનિત કર્યો.
Injustice at Bopal Police Station

Injustice at Bopal Police Station: પીડિત યુવકની વ્યથા: “હું 20 લોકોની કંપની ચલાવું છું, લુખ્ખો નથી”

આશિષ કોસ્ટીએ એક વીડિયો જાહેર કરીને પોતાની આપવીતી વર્ણવતા કહ્યું:

“મેં તેમને વિનમ્રતાથી કહ્યું કે મને પગમાં તકલીફ છે, પણ PSI સાહેબ ઉશ્કેરાઈ ગયા. તેમણે મને ધમકી આપી કે ‘બધાના નામ લખો, આ મારું પોલીસ સ્ટેશન છે, અહીં મારું જ ચાલશે’. હું પોતે એક કંપનીનો માલિક છું અને મારી નીચે 15-20 લોકો કામ કરે છે, છતાં પોલીસ મને લુખ્ખો કહીને જેલમાં પૂરવાની ધમકી આપી રહી હતી.”

Injustice at Bopal Police Station: તંત્રનો બચાવ: ‘પોલીસ સ્ટેશનમાં આ રીતે ન બેસાય’

આ મામલે જ્યારે અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટને લેખિત ફરિયાદ કરવામાં આવી, ત્યારે તેમણે PSI સામે પગલાં લેવાને બદલે તેમનો પક્ષ ખેંચ્યો હતો. SPએ જણાવ્યું કે, “પોલીસ સ્ટેશનમાં યુવક ગાડી પર બેઠો હતો તે ખોટું છે, આ રીતે ન બેસવું જોઈએ.”

Injustice at Bopal Police Station

Injustice at Bopal Police Station: મુખ્ય મુદ્દાઓ જે ચર્ચા જગાવી રહ્યા છે:

  • માનવતા વિરુદ્ધ શિસ્ત: શું ઓપરેશન કરાવેલ વ્યક્તિની શારીરિક મર્યાદા કરતા પોલીસ સ્ટેશનની ‘શિસ્ત’ વધુ મહત્વની છે?
  • અપશબ્દોનો ઉપયોગ: શું કોઈ પણ સંજોગોમાં પોલીસ અધિકારી નાગરિક માટે ‘લુખ્ખા’ જેવા શબ્દો વાપરી શકે?
  • ધમકાવવાની નીતિ: ફરિયાદ કરવા આવેલા નાગરિકને જ અંદર પૂરી દેવાની ધમકી આપવી કેટલી યોગ્ય?

જોકે, બાદમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ પોલીસના આ ‘દબંગ’ વર્તનને કારણે સોશિયલ મીડિયા પર લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગ્લોબલ ઓઇલ માર્કેટમાં મોટી રાહત અમેરિકાએ ઈરાની તેલની ખરીદી પર 30 દિવસની છૂટ આપી, ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહેશે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે