Raakh’ First Look:ઓટીટી પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયોએ વર્ષ 2026 માટે તેની સૌથી ચર્ચિત સસ્પેન્સ-થ્રિલર વેબ સિરીઝ ‘રાખ’ (Raakh) નો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. મુંબઈમાં યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં આ સિરીઝની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં અલી ફઝલ અને સોનાલી બેન્દ્રે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
Raakh’ First Look:અલી ફઝલનો નવો અંદાજ: પહેલીવાર ખાખી વર્દીમાં

બોલિવૂડ અને હોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર અલી ફઝલ આ સિરીઝમાં એક નીડર પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે.
- અલી ફઝલનો અનુભવ: ઇવેન્ટ દરમિયાન અલીએ જણાવ્યું કે, “મેં મારી આખી કારકિર્દીમાં ક્યારેય પડદા પર પોલીસવાળાનો રોલ કર્યો નથી. આ મારા માટે એકદમ ફ્રેશ અને નવો અનુભવ છે. આ સિરીઝની ટાઈમલાઈન અને વાર્તા ખૂબ જ રસપ્રદ છે.”
Raakh’ First Look:સોનાલી બેન્દ્રેએ કર્યા સ્ક્રિપ્ટના વખાણ

લાંબા સમય બાદ વેબ સિરીઝમાં પરત ફરી રહેલી એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે આ પ્રોજેક્ટને લઈને ભારે ઉત્સાહિત છે. તેણે સ્ક્રિપ્ટના વખાણ કરતા કહ્યું કે, “જ્યારે ડિરેક્ટર અનુષા અને સંદીપે મને વાર્તા સંભળાવી, ત્યારે હું તેમાં ખોવાઈ ગઈ હતી. આ વાર્તા એટલી પાવરફુલ છે કે જો મને બેકગ્રાઉન્ડમાં ઊભા રહેવાનો રોલ મળ્યો હોત, તો પણ મેં હા પાડી દીધી હોત.”
શું છે સિરીઝની વાર્તા?
‘રાખ’ની વાર્તા એક એવા શહેરની આસપાસ ફરે છે જ્યાંથી બે કિશોરો રહસ્યમય રીતે ગાયબ થઈ જાય છે.
- આ ઘટના બાદ એક પરિવાર વિખેરાઈ જાય છે અને આખા શહેરમાં દહેશત ફેલાય છે.
- અલી ફઝલ (પોલીસ અધિકારી) આ કેસના સત્ય સુધી પહોંચવા માટે દેશવ્યાપી સર્ચ ઓપરેશન શરૂ કરે છે.
- આ તપાસ તેને હિંસા અને માનવીય ક્રૂરતાની એક એવી અંધારી દુનિયામાં લઈ જાય છે, જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી.
સ્ટારકાસ્ટ અને ડિરેક્શન
આ સિરીઝનું ડિરેક્શન અને લેખન અનુષા નંદકુમાર અને સંદીપ સાકેતે કર્યું છે. સિરીઝમાં અલી ફઝલ અને સોનાલી બેન્દ્રે ઉપરાંત આમિર બશીર, દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય અને રાકેશ બેદી જેવા દિગ્ગજ કલાકારો પણ મહત્વના રોલમાં જોવા મળશે. ‘રાખ’ વર્ષ 2026 માં પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે.
આ પણ વાંચો :રાજકોટમાં કુદરતનો પ્રકોપ: બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી જળબંબાકાર, બેડી યાર્ડમાં ૧૫૦ ગુણી મગફળી પાણીમાં તણાઈ




