Stock Market Crash: ઇઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે સેન્સેક્સમાં 2496 પોઈન્ટનો ઐતિહાસિક કડાકો, રોકાણકારોના અબજો રૂપિયા સ્વાહા

0
109
Stock Market Crash
Stock Market Crash

Stock Market Crash: વૈશ્વિક સ્તરે વધી રહેલા યુદ્ધના તણાવે આજે ભારતીય શેરબજારના પાયા હલાવી દીધા છે. મધ્ય-પૂર્વ (Middle East) માં ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષની ગંભીર અસરોને પગલે આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. સેન્સેક્સ 2400થી વધુ પોઈન્ટ અને નિફ્ટી 750થી વધુ પોઈન્ટ ગગડતા બજારમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Stock Market Crash: એક નજરે

Stock Market Crash

આજના ટ્રેડિંગ સત્રના અંતે માર્કેટની સ્થિતિ નીચે મુજબ રહી:

  • BSE સેન્સેક્સ: 3.26% અથવા 2,496.89 પોઈન્ટના કડાકા સાથે 74,207.24 પર બંધ.
  • NIFTY 50: 3.26% અથવા 775.65 પોઈન્ટ ઘટીને 23,002.15 ના સ્તરે પહોંચ્યો.
  • NIFTY BANK: સૌથી વધુ અસર બેંકિંગ સેક્ટર પર થઈ, જે 1,875.05 પોઈન્ટ ગગડીને 53,451 પર બંધ રહ્યો.

Stock Market Crash: તમામ સેક્ટરમાં લાલચોળ ઘટાડો

માત્ર બેંકિંગ જ નહીં, પરંતુ આઈટી અને ઓટો સેક્ટરમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી:

  • Nifty IT: 3.31% (979.70 પોઈન્ટ) નો ઘટાડો.
  • Nifty Auto: 4.25% (1,088.95 પોઈન્ટ) નો મોટો કડાકો.
Stock Market Crash

Stock Market Crash: દિગ્ગજ શેરો પછડાયા

બજારના સૌથી સક્રિય અને મજબૂત ગણાતા શેરોમાં આજે ગાબડા પડ્યા છે:

  1. HDFC Bank: 5.32% ઘટીને ₹798.20 પર પહોંચ્યો.
  2. Larsen & Toubro: 4.81% નો ઘટાડો.
  3. ICICI Bank: 3.04% નો ઘટાડો.
  4. Reliance Industries: 1.65% ઘટીને ₹1,384.80 પર બંધ.

કેમ આવ્યું આ ‘સુનામી’?

શેરબજારમાં આ કડાકા પાછળના મુખ્ય કારણો યુદ્ધ સાથે જોડાયેલા છે:

  • એનર્જી સંકટ: ઇઝરાયલે ઈરાનના ગેસ પ્લાન્ટ પર અને ઈરાને કતારના વિશ્વના સૌથી મોટા LNG પ્લાન્ટ પર હુમલો કરતા વૈશ્વિક સ્તરે ઊર્જા પુરવઠો ખોરવાવાની ભીતિ સેવાઈ રહી છે.
  • વૈશ્વિક અનિશ્ચિતતા: યુદ્ધ લાંબુ ચાલવાની આશંકાએ વિદેશી રોકાણકારો (FIIs) એ ભારતીય બજારમાંથી મોટાપાયે નાણાં ખેંચવાનું શરૂ કર્યું છે.

નિષ્ણાતોનું માનવું છે કે જ્યાં સુધી મધ્ય-પૂર્વમાં શાંતિની કોઈ આશા દેખાશે નહીં, ત્યાં સુધી બજારમાં વોલેટિલિટી (અસ્થિરતા) જળવાઈ રહેશે.

આ પણ વાંચો :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અયોધ્યાના શરણમાં: રામલલ્લાના ભવ્ય દર્શન કરી ‘શ્રી રામ યંત્ર’ની પૂજા અર્ચના કરી