Fake Milk Factory Busted in Gir Somnath:ગીર સોમનાથમાં ‘સફેદ ઝેર’નું સામ્રાજ્ય: યુરિયા અને પામ ઓઈલથી બનતું 6000 લીટર નકલી દૂધ ઝડપાયું, કેન્સર જેવી બીમારીનું જોખમ

0
145
Fake Milk
Fake Milk

Fake Milk Factory Busted in Gir Somnath:ગીરની શુદ્ધતા વચ્ચે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતું એક મોટું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. ગીર સોમનાથ પોલીસે ગુંદરણ ગામ પાસેના પ્રેમનગર નેસમાં દરોડો પાડીને પામ ઓઈલ અને યુરિયા જેવા ઝેરી પદાર્થોમાંથી બનતું નકલી દૂધ બનાવવાનું કારખાનું પકડી પાડ્યું છે. અહીંથી દરરોજ હજારો લીટર ‘ઝેર’ ડેરીઓમાં સપ્લાય થતું હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે.

Fake Milk Factory Busted in Gir Somnath:મધરાતે પોલીસનો સપાટો: ₹4.68 લાખનો મુદ્દામાલ જપ્ત

Fake Milk Factory Busted in Gir Somnath

જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજાની સૂચનાથી SOG અને LCBની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું હતું. આરોપી રવિ કાળાભાઇ કરમટાના રહેણાંક મકાનના વાડામાં ચાલતી આ ફેક્ટરી પર મધરાતે ત્રાટકેલી પોલીસે કુલ ₹4,68,140નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Fake Milk Factory Busted in Gir Somnath:કેવી રીતે બનતું હતું આ ‘સફેદ ઝેર’?

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અત્યંત જોખમી કેમિકલ્સનો ઉપયોગ કરતો હતો:

  • મુખ્ય ઘટકો: પામ ઓઈલ, માલ્ટોડેક્સટ્રિન (સ્ટાર્ચ પાવડર) અને યુરિયા.
  • જપ્ત કરાયેલો જથ્થો: 3120 કિલો તૈયાર નકલી દૂધ, પામ ઓઈલના ડબ્બા, સ્ટાર્ચ પાવડર અને અમૂલ દૂધના પાવડરના પેકેટ્સ.

રોજનું 6000 લીટર દૂધ ડેરીઓમાં સપ્લાય

Fake Milk Factory Busted in Gir Somnath

પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી દરરોજ સવારે 3000 લીટર અને સાંજે 3000 લીટર એમ કુલ 6000 લીટર નકલી દૂધ બનાવતો હતો. આ દૂધ તાલાલા પંથકની વિવિધ ડેરીઓમાં મોકલવામાં આવતું હતું. ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા દૂધના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.

કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારીનું જોખમ

જિલ્લા પોલીસ અધિક્ષકે આ કૌભાંડ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, યુરિયા અને પામ ઓઈલયુક્ત આ દૂધનું સેવન કરવાથી:

Fake Milk Factory Busted in Gir Somnath
  1. કેન્સર અને ડાયાબિટીસ થઈ શકે છે.
  2. આંતરડામાં ચાંદા અને પાચનતંત્રના ગંભીર રોગો થાય છે.
  3. નાના બાળકોના સ્વાસ્થ્ય માટે આ દૂધ અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે.

પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે રમત કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે.

આ પણ વાંચો :વડોદરામાં હૃદયદ્રાવક ઘટના 4 બાળકોની માતાએ વડના ઝાડ પર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન