Home Main Air raid in Kabul:પાકિસ્તાની એરસ્ટ્રાઈકમાં કાબુલની હોસ્પિટલ તબાહ, 400નાં મોત; તાલિબાને કહ્યું-...

Air raid in Kabul:પાકિસ્તાની એરસ્ટ્રાઈકમાં કાબુલની હોસ્પિટલ તબાહ, 400નાં મોત; તાલિબાને કહ્યું- ‘આ માનવતા વિરુદ્ધનો અપરાધ’

0
231
Air raid in Kabul
Air raid in Kabul

Air raid in Kabul:પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદી અથડામણ હવે ભયાનક યુદ્ધમાં ફેરવાઈ રહી છે. સોમવારે રાત્રે પાકિસ્તાની વાયુસેનાના લડાકુ વિમાનોએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં એક 2000 બેડની નશા મુક્તિ હોસ્પિટલ નિશાન બની છે, જેમાં અંદાજે 400 લોકોના મોત થયા છે અને 250થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

Air raid in Kabul:તાલિબાનનો સણસણતો આરોપ, પાકિસ્તાનનો ઇનકાર

Air raid in Kabul

તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે આ હુમલાની સખત નિંદા કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાને જાણી જોઈને હોસ્પિટલ પર બોમ્બ ફેંક્યા છે, જે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન અને યુદ્ધ અપરાધ છે. બીજી તરફ, પાકિસ્તાન સરકારે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને કહ્યું છે કે તેમણે માત્ર આતંકી ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા છે.

Air raid in Kabul:ઓપરેશન ‘ગજબ-લિલ-હક’ અને વળતો પ્રહાર

Air raid in Kabul

પાકિસ્તાને આ આક્રમક કાર્યવાહી ઓપરેશન ‘ગજબ-લિલ-હક’ હેઠળ કરી હોવાનો દાવો કર્યો છે. પાકિસ્તાનનો આરોપ છે કે પ્રતિબંધિત સંગઠન TTP (તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન) અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કરીને પાકિસ્તાન પર હુમલા કરી રહ્યું છે. રવિવારે કંધારમાં થયેલી એરસ્ટ્રાઈકના જવાબમાં તાલિબાન સેનાએ પાકિસ્તાની સૈન્ય કેમ્પ પર પણ હુમલા કર્યા હતા.

Air raid in Kabul:ક્રિકેટર રાશિદ ખાનની UN પાસે તપાસની માંગ

Air raid in Kabul

અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાને આ હુમલા અંગે દુઃખ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર લખ્યું કે, “સામાન્ય લોકોના વિસ્તારો, શાળાઓ અને હોસ્પિટલો પર હુમલો કરવો એ યુદ્ધ અપરાધ છે.” તેમણે ખાસ કરીને રમઝાનના પવિત્ર મહિનામાં થયેલી આ હિંસા અંગે સંયુક્ત રાષ્ટ્ર (UN) પાસે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

ભયાનક સ્થિતિ અને હિજરત:

  • જાનહાનિ: છેલ્લા કેટલાક અઠવાડિયામાં પાકિસ્તાની કાર્યવાહીમાં 56થી વધુ નાગરિકો (24 બાળકો સહિત) જીવ ગુમાવી ચૂક્યા છે.
  • હિજરત: યુદ્ધ જેવી સ્થિતિને કારણે અંદાજે 1.15 લાખ લોકો પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવા મજબૂર બન્યા છે.
  • હોસ્પિટલની સ્થિતિ: 2000 બેડની આ હોસ્પિટલમાં હુમલા બાદ ભીષણ આગ લાગી હતી અને અનેક દર્દીઓ કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.

શા માટે લડી રહ્યા છે પાકિસ્તાન અને TTP?

આ વિવાદના મૂળમાં TTP સંગઠન છે. TTP પાકિસ્તાન સરકારને ઇસ્લામ વિરોધી માને છે અને અફઘાન તાલિબાન સાથે તેના ગાઢ સંબંધો છે. પાકિસ્તાન સતત અફઘાન સરકાર પર દબાણ કરી રહ્યું છે કે તેઓ TTP ને આશરો ન આપે, જ્યારે તાલિબાન આવા કોઈ પણ આશરાનો ઇનકાર કરી રહ્યું છે.

આ પણ વાંચો :3 રાજ્યોની 11 બેઠકો માટે મતદાન ચાલુ , બિહારમાં નીતિશ કુમાર મેદાનમાં તો હરિયાણા-ઓડિશામાં ક્રોસ-વોટિંગનો ફાળ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે