Home State Gujarat Massive Raid in Surendranagar: સુરેન્દ્રનગરમાં પોલીસનો મેગા ઓપરેશન: સુદામડાની સીમમાં ‘KGF’ જેવી...

Massive Raid in Surendranagar: સુરેન્દ્રનગરમાં પોલીસનો મેગા ઓપરેશન: સુદામડાની સીમમાં ‘KGF’ જેવી ખાણો પર ત્રાટકી ટીમ, ₹18 કરોડનો મુદ્દામાલ જપ્ત

0
320
Massive Raid in Surendranagar
Massive Raid in Surendranagar

Massive Raid in Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સાયલા તાલુકાના સુદામડા ગામે ‘KGF’ ફિલ્મની યાદ અપાવે તેવી વિશાળ ગેરકાયદેસર ખાણો પર પોલીસે દરોડા પાડીને 18 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી સમગ્ર જિલ્લાના ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Massive Raid in Surendranagar: ખાખીનો મજબૂત સકંજો: 100થી વધુ જવાનો તૈનાત

Massive Raid in Surendranagar

જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંના માર્ગદર્શન હેઠળ લીંબડી ડીવાયએસપી, સાયલા પોલીસ, એલસીબી (LCB) અને એસઓજી (SOG) ની ટીમોએ સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યું હતું. આ રેડમાં પીઆઈ, પીએસઆઈ સહિત 100થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.

Massive Raid in Surendranagar:જપ્ત કરાયેલા સાધનોની વિગત:

પોલીસે સુદામડાની સીમમાં સરકારી ખરાબાની જમીન પર ચાલતી 5 મોટી ખાણો ઝડપી પાડી છે. સ્થળ પરથી મળેલા સાધનો જોઈને ખુદ તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું:

  • 38 ડમ્પર
  • 14 હિટાચી મશીન
  • બ્લેકટ્રેપ પથ્થરનો મોટો જથ્થો

ગેરકાયદેસર કાળી કમાણીનું નેટવર્ક

તપાસમાં સામે આવ્યું છે કે ખનીજ માફિયાઓ સરકારી જમીન પર બેફામ ખોદકામ કરી, પથ્થર કાઢી તેમાંથી કપચી બનાવીને વેચતા હતા. અગાઉ પણ અહીં દરોડા પડ્યા હોવા છતાં ખનીજ ચોરી અટકતી નહોતી. માફિયાઓ પથ્થરનું ગેરકાયદેસર ખોદકામ કરી કાળી કમાણી કરી રહ્યા હોવાનું ખુલ્યું છે.

Massive Raid in Surendranagar

હવે માપણી અને દંડની પ્રક્રિયા

એસપી પ્રેમસુખ ડેલુંએ જણાવ્યું હતું કે, આ પોલીસ વિભાગની સૌથી મોટી રેડ છે. હાલમાં તમામ વાહનો અને ખાણો સીલ કરી દેવામાં આવી છે. ગેરકાયદેસર ખોદકામની ચોક્કસ માપણી કરવા અને દંડની રકમ નક્કી કરવા માટે આ કેસની તપાસ ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવી છે.

સૌથી મોટો સવાલ: આટલી મોટી ‘KGF’ જેવી ખાણો કોના આશીર્વાદથી ધમધમતી હતી? પોલીસ હવે આ સમગ્ર નેટવર્કના માસ્ટરમાઈન્ડ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો :હાટકેશ્વર બ્રિજ તોડવામાં વિલંબ સામે વેપારીઓનો હલ્લાબોલ ધૂળની ડમરીઓ અને ટ્રાફિકથી ત્રસ્ત દુકાનદારોએ સજ્જડ બંધ પાળ્યો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે