Home State Gujarat Hatkeshwar Bridge Demolition Delay: હાટકેશ્વર બ્રિજ તોડવામાં વિલંબ સામે વેપારીઓનો હલ્લાબોલ ધૂળની...

Hatkeshwar Bridge Demolition Delay: હાટકેશ્વર બ્રિજ તોડવામાં વિલંબ સામે વેપારીઓનો હલ્લાબોલ ધૂળની ડમરીઓ અને ટ્રાફિકથી ત્રસ્ત દુકાનદારોએ સજ્જડ બંધ પાળ્યો

0
244
Hatkeshwar Bridge Demolition Delay
Hatkeshwar Bridge Demolition Delay

Hatkeshwar Bridge Demolition Delay: અમદાવાદના ખોખરા અને CTMને જોડતો વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. બ્રિજ તોડવાની ધીમી કામગીરી અને તેને કારણે સર્જાતી સ્વાસ્થ્ય તેમજ ટ્રાફિકની સમસ્યાઓ સામે આજે 16 માર્ચે સ્થાનિક વેપારીઓએ આક્રમક વિરોધ નોંધાવ્યો છે. વિસ્તારની તમામ દુકાનો બંધ રાખીને વેપારીઓએ તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો છે.

Hatkeshwar Bridge Demolition Delay

Hatkeshwar Bridge Demolition Delay: શા માટે વેપારીઓએ પાળ્યો બંધ?

વેપારીઓનો આક્ષેપ છે કે બ્રિજ તોડવાની કામગીરીમાં અસહ્ય વિલંબ થઈ રહ્યો છે. બાકીના બે સ્પાન તોડવાની પ્રક્રિયા ગોકળગાયની ગતિએ ચાલી રહી છે, જેના કારણે:

  • ધૂળ અને રજકણો: કાટમાળ તોડતી વખતે ઉડતી ધૂળ અને સેપટથી આખું વાતાવરણ પ્રદૂષિત થઈ ગયું છે. દુકાનદારો અને રહેવાસીઓ શરદી-ઉધરસ જેવી બીમારીઓનો ભોગ બની રહ્યા છે.
  • ટ્રાફિકની સમસ્યા: યોગ્ય આયોજનના અભાવે કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે, જેનાથી ગ્રાહકો દુકાનો સુધી પહોંચી શકતા નથી.
  • બેદરકારી: કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ બેરિકેડ મૂકવામાં આવ્યા નથી કે ઉડતી ધૂળને રોકવા માટે પાણીનો છંટકાવ કરવામાં આવતો નથી.
Hatkeshwar Bridge Demolition Delay

Hatkeshwar Bridge Demolition Delay: સ્વાસ્થ્ય સાથે ચેડાંનો આક્ષેપ

સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓનું કહેવું છે કે રસ્તાઓ તૂટી ગયા છે અને ધૂળનું સામ્રાજ્ય છવાયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરની આ લાપરવાહીથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. તંત્રને જગાડવા માટે આજે તમામ શોપધારકોએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને પ્રતીક વિરોધ કર્યો છે.

Hatkeshwar Bridge Demolition Delay: વેપારીઓની માગ

વેપારીઓની મુખ્ય માગ છે કે બ્રિજ તોડવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને કામ દરમિયાન ઉડતી ધૂળને રોકવા માટે નિયમિત પાણીનો છંટકાવ તેમજ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 અમદાવાદમાં સ્કૂલ બાદ હવે ટ્યુશન ક્લાસમાં લોહીની હોળી બેસવાની જગ્યા બાબતે વિવાદમાં વિદ્યાર્થીએ મિત્રના પેટમાં છરી હુલાવી દીધી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે