HomeGujaratTragedy After Instagram Post: જેતપુરમાં 118ની સ્પીડે રીલ્સ બનાવી અને ગણતરીની મિનિટોમાં...

Tragedy After Instagram Post: જેતપુરમાં 118ની સ્પીડે રીલ્સ બનાવી અને ગણતરીની મિનિટોમાં નવી નક્કોર કારનો કચડઘાણ, 20 વર્ષીય યુવકનું મોત

Tragedy After Instagram Post:  સોશિયલ મીડિયા પર ‘વટ’ બતાવવાની ઘેલછા કેવી રીતે કાળ સાબિત થઈ શકે છે, તેનો જીવતો જાગતો કિસ્સો જેતપુર નજીક પેઢલા ચોકડી પાસે જોવા મળ્યો છે. 118 કિમીની ઝડપે દોડતી નવી નક્કોર વર્ના કાર ડિવાઈડર સાથે અથડાતા એક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

Tragedy After Instagram Post:   રીલ્સ પોસ્ટ કરી અને કાળ આંબી ગયો

Tragedy After Instagram Post

અકસ્માતના ગણતરીના સમય પહેલા જ મૃતક અવધ તિવારીએ ઇન્સ્ટાગ્રામ પર એક રીલ પોસ્ટ કરી હતી. જેમાં ‘જીવવું છે વટમાં…’ ગીત સાથે હાઈ સ્પીડ કારનો વીડિયો હતો. આ વીડિયો અપલોડ થયાની થોડી જ મિનિટોમાં કાર બેકાબૂ બની હતી અને મોતના તાંડવમાં ફેરવાઈ ગઈ હતી.

Tragedy After Instagram Post:   અકસ્માત એટલો ભીષણ કે ટાયર ઉખડી ગયા

Tragedy After Instagram Post
  • શું બની ઘટના: જેતપુરથી ધોરાજી તરફ જઈ રહેલી ‘Apply for Registration’ વાળી કાળા રંગની વર્ના કારના ચાલકે બાલકૃષ્ણ ફાર્મ પાસે કાબૂ ગુમાવ્યો હતો.
  • નુકસાન: કાર ડિવાઈડર અને દીવાલ સાથે એટલી જોરથી અથડાઈ કે તેનું બોનેટ અને પાછળનું ટાયર ઉખડીને દૂર ફંગોળાઈ ગયા હતા.
  • જાનહાનિ: કારમાં સવાર ત્રણ મિત્રોમાંથી 20 વર્ષીય અવધ તિવારીનું મોત થયું છે, જ્યારે દેવરાજ ગોસાઈ અને અક્ષય વાઘેલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

 પોલીસ તપાસ અને ગુનાહિત ઇતિહાસ

જેતપુર ઉદ્યોગનગર પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક અવધ તિવારી અગાઉ પાસા, મારામારી અને અપહરણ જેવા ગુનાઓમાં પણ સંડોવાયેલો હતો. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :ધોલેરાના બાવળિયારીથી પ્રથમ ખાનગી રોકેટનું સફળ લોન્ચિંગ, અવકાશ ક્ષેત્રે નવો ઇતિહાસ રચાયો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments