The Rise of Indian Drones:આધુનિક યુદ્ધના મેદાનમાં હવે મોંઘા મિસાઈલો અને વિમાનોનું સ્થાન સસ્તા પણ ઘાતક ડ્રોન લઈ રહ્યા છે. ઈરાન અને અમેરિકાની ડ્રોન શક્તિ વચ્ચે હવે ભારત પણ મેદાનમાં આવ્યું છે. બેંગલુરુ સ્થિત ‘ન્યૂસ્પેસ રિસર્ચ ટેકનોલોજીસ’ (NRT) દ્વારા વિકસાવવામાં આવેલું ‘શેષનાગ-150’ ડ્રોન દુશ્મનો માટે કાળ સાબિત થવા તૈયાર છે.
The Rise of Indian Drones: શું છે ‘શેષનાગ-150′ ની તાકાત?

આ માત્ર એક ડ્રોન નથી, પરંતુ હવામાં ઉડતું મિસાઈલ છે, જેને ‘લોયટરિંગ મુનિશન’ કહેવામાં આવે છે. તેની ખાસિયતો તેને વિશ્વના અન્ય ડ્રોનથી અલગ પાડે છે:
- અદભૂત રેન્જ: આ ડ્રોન 1000 કિલોમીટરથી વધુ દૂર સુધી હુમલો કરી શકે છે અને સતત 5 કલાક સુધી હવામાં રહીને શિકારની શોધ કરી શકે છે.
- ભારે વિસ્ફોટક: તે પોતાની સાથે 25 થી 40 કિલોગ્રામ વિસ્ફોટકો લઈ જઈ શકે છે, જે દુશ્મનની ઈમારતો અને રડાર સિસ્ટમને નષ્ટ કરવા માટે પૂરતા છે.
- વિઝ્યુઅલ નેવિગેશન: જો દુશ્મન દેશ GPS સિગ્નલ જામ કરી દે, તો પણ આ ડ્રોન તેની આધુનિક કેમેરા સિસ્ટમ (વિઝ્યુઅલ નેવિગેશન) દ્વારા રસ્તો શોધીને હુમલો કરી શકશે.
The Rise of Indian Drones: ‘સ્વર્મ એટેક’: ડ્રોનનું આખું ઝુંડ ત્રાટકશે
શેષનાગ-150ની સૌથી મોટી વિશેષતા તેની ‘સ્વર્મ એટેક’ કરવાની ક્ષમતા છે. તે એકલું નહીં, પણ અનેક ડ્રોનના ઝુંડમાં હુમલો કરે છે. તેનો ‘મધર-કોડ’ સોફ્ટવેર એટલો એડવાન્સ છે કે તમામ ડ્રોન એકબીજા સાથે વાતચીત કરીને પોતે જ હુમલાનો પ્લાન બનાવે છે. જો હુમલા દરમિયાન એક ડ્રોન તોડી પાડવામાં આવે, તો પણ બાકીના ડ્રોન હુમલો ચાલુ રાખે છે.
The Rise of Indian Drones:શા માટે ભારત માટે આ જરૂરી છે?

તાજેતરમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના ‘ઓપરેશન સિંદૂર’ અને યુક્રેન યુદ્ધે સાબિત કર્યું છે કે સસ્તા ડ્રોન દ્વારા કોઈ પણ દેશની મોંઘી એર ડિફેન્સ સિસ્ટમને પસ્ત કરી શકાય છે. પાકિસ્તાન જ્યારે ડ્રોન દ્વારા ભારતને થકવવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે ‘શેષનાગ-150’ જેવી ટેકનોલોજી ભારતને સચોટ અને આક્રમક વળતો જવાબ આપવા સક્ષમ બનાવશે.
વર્તમાન સ્થિતિ: શેષનાગ-150 અત્યારે પરીક્ષણના તબક્કામાં છે. તેને વર્લ્ડ ડિફેન્સ શોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું અને ટૂંક સમયમાં જ તે ભારતીય સેનાનું અભિન્ન અંગ બની શકે છે.
આ પણ વાંચો : આજથી રજીસ્ટ્રેશન શરૂ, 19 એપ્રિલથી ખુલશે ધામના કપાટ; જાણો નોંધણીની સંપૂર્ણ પ્રક્રિયા




