Petrol prices increased : મિડલ ઈસ્ટમાં વધેલા તણાવને કારણે વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસર થવાની શક્યતા ઉભી થઈ છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન પર કરવામાં આવેલા હુમલાઓ બાદ પરિસ્થિતિ વધુ જટિલ બની છે. જો આ યુદ્ધ લાંબું ચાલે અને વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગ માનાતો Strait of Hormuz બંધ થઈ જાય, તો ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉછાળો આવી શકે છે. તેની સીધી અસર ભારત સહિત અનેક દેશોના બજારો પર પડશે.

Petrol prices increased : ભારત તેની કુલ ક્રૂડ ઓઇલ જરૂરિયાતનો લગભગ 80 થી 90 ટકા હિસ્સો આયાત કરે છે, જેમાંથી મોટો ભાગ હોર્મુઝના માર્ગે આવે છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ આશરે 70 ડોલર પ્રતિ બેરલ આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે, પરંતુ નિષ્ણાતો માને છે કે સપ્લાય ખોરવાય તો ભાવ 100 થી 120 ડોલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે. ખરાબ સ્થિતિમાં 110 ડોલર પાર કરવાની પણ સંભાવના છે.

જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ મોંઘું થશે, તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની શક્યતા છે. દિલ્હીમાં પેટ્રોલનો દર ₹95 પ્રતિ લિટરથી વધીને ₹105 સુધી પહોંચી શકે છે, જ્યારે ડીઝલ ₹88 થી વધીને ₹96 સુધી જઈ શકે છે. ભારતમાં ઈંધણના દર સરકારી તેલ કંપનીઓ નક્કી કરે છે, જે છેલ્લા 15 દિવસની આંતરરાષ્ટ્રીય સરેરાશ કિંમત અને ડોલર સામે રૂપિયાના મૂલ્ય પર આધારિત હોય છે. જોકે, અંતિમ કિંમતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના ટેક્સનો મોટો હિસ્સો હોય છે, તેથી સરકારનું વલણ નિર્ણાયક બને છે.
Petrol prices increased: ઈંધણ મોંઘું બનતાં પરિવહન ખર્ચ વધશે
ટ્રક, ટેમ્પો અને અન્ય વાહનવ્યવહારના ભાડામાં વધારો થશે, જેના કારણે ફળ, શાકભાજી, દૂધ અને દૈનિક વપરાશની ચીજવસ્તુઓના ભાવ પર અસર પડશે. મોંઘવારીનો દબાણ સામાન્ય નાગરિક પર સીધો અનુભવાશે.
શેરબજાર પર પણ આ તણાવનો પ્રભાવ દેખાઈ શકે છે

Petrol prices increased યુદ્ધ અને અનિશ્ચિતતા રોકાણકારોમાં ગભરાટ પેદા કરે છે, જેના કારણે વેચવાલી વધી શકે છે. વૈશ્વિક બજારોમાં ઘટાડાની લહેર વચ્ચે ભારતીય બજારમાં પણ દબાણ વધવાની શક્યતા છે. રોકાણકારો જોખમી સંપત્તિમાંથી પૈસા ખેંચીને સુરક્ષિત રોકાણ તરફ વળે છે.
સોના ચાંદીના ભાવ્વમાં પણ ઉછાળો આવી શકે છે

Petrol prices increasedવ સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓને ‘સેફ હેવન’ માનવામાં આવે છે. યુદ્ધકાળમાં તેમાં રોકાણ વધે છે, જેના કારણે ભાવ ચઢે છે. હાલમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ આશરે ₹1.60 લાખ આસપાસ છે, પરંતુ નિષ્ણાતો માને છે કે પરિસ્થિતિ ગંભીર બને તો તે ₹1.85 લાખથી ₹2 લાખ સુધી પહોંચી શકે છે. ચાંદીનો ભાવ પણ હાલમાં આશરે ₹2.74 લાખ પ્રતિ કિલો છે અને તેમાં ₹3 લાખ પાર કરવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
મિડલ ઈસ્ટમાં તણાવ કેટલો સમય ચાલે છે તે મહત્વનું રહેશે. જો પરિસ્થિતિ ટૂંક સમયમાં શાંત થાય તો બજારો સ્થિર થઈ શકે છે, પરંતુ યુદ્ધ લાંબું ચાલે તો વૈશ્વિક મંદી અને મોંઘવારીનો ડર વધશે. આવી સ્થિતિમાં વિશ્વ અર્થતંત્ર સાથે ભારતીય બજાર અને સામાન્ય જનતા પર પણ નોંધપાત્ર અસર જોવા મળી શકે છે.
વધારે સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો




