Home Desh Love Triangle Horror: બક્સરમાં વરમાળા દરમિયાન ખુલ્લેઆમ દુલ્હનની હત્યા: સ્ટેજ પર માસ્ક...

Love Triangle Horror: બક્સરમાં વરમાળા દરમિયાન ખુલ્લેઆમ દુલ્હનની હત્યા: સ્ટેજ પર માસ્ક પહેરીને ઘૂસી આવેલા પ્રેમીએ પેટમાં ગોળી મારી, લાઈવ VIDEO વાયરલ

0
285
Love Triangle
Love Triangle

Love Triangle Horror: ખુશીના માહોલમાં અચાનક શોકનો માતમ છવાઈ ગયો. બક્સરમાં વરમાળાની વિધિ ચાલી રહી હતી ત્યારે એકતરફી પ્રેમીએ સ્ટેજ પર જ દુલ્હન આરતી કુમારી (18)ને ગોળી મારીને હત્યા કરી દીધી. આ ભયાનક ઘટના મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારના નગર ચૌસા પંચાયતના મલ્લાહ ટોલામાં બની હતી, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

Love Triangle Horror: વરમાળા દરમિયાન કાળ બનીને આવ્યો પ્રેમી

Love Triangle Horror

મંગળવારની રાત્રે ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાંથી જાન ચૌસા આવી હતી. રાત્રે વર-વધૂ સ્ટેજ પર વરમાળાની વિધિ કરી રહ્યા હતા. ડીએસપી ગૌરવ પાંડેના જણાવ્યા અનુસાર, આ દરમિયાન મોં ઢાંકીને આવેલો દીનબંધુ નામનો યુવક સ્ટેજ સુધી પહોંચ્યો અને અચાનક દુલ્હન આરતી કુમારીના પેટમાં ગોળી મારી દીધી. જોરદાર ગીતોના અવાજમાં ગોળીનો અવાજ દબાઈ ગયો, પરંતુ આરતી અચાનક સ્ટેજ પર ઢળી પડતા અફરાતફરી મચી ગઈ.

Love Triangle Horror: “દીનબંધુએ મને ગોળી મારી…” – દુલ્હનના છેલ્લા શબ્દો

Love Triangle Horror

સ્ટેજ પર હાજર છોકરીઓએ બૂમાબૂમ કરતા આરતીના પેટમાંથી લોહી વહેતું જોઈ લોકો ચોંકી ઉઠ્યા. તાત્કાલિક આરતીને સદર હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ ગંભીર હાલત હોવાથી તેને બનારસ (વારાણસી) રિફર કરવામાં આવી હતી. રસ્તામાં આરતી દર્દથી કણસતી રહી અને કહેતી રહી કે દીનબંધુએ મને ગોળી મારી છે.” દુર્ભાગ્યવશ, વારાણસીમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું.

Love Triangle Horror: એકતરફી પ્રેમ અને બદલો

Love Triangle Horror

આરતીના પિતા નંદજી મલ્લાહે જણાવ્યું કે દીનબંધુ તેમની દીકરીને એકતરફી પ્રેમ કરતો હતો. “મારી દીકરી તેને પ્રેમ કરતી ન હતી, તેથી તેના લગ્ન યુપીના બલિયામાં નક્કી કર્યા હતા.”

આરોપી દીનબંધુના પિતા રમાશંકર ચૌધરીએ આઘાત વ્યક્ત કરતા કહ્યું કે જો તેમને દીકરાના અફેરની જાણ હોત તો તેઓ સમાધાન કરાવી દેત. પડોશીઓના મતે, દીનબંધુ અને આરતી વચ્ચે બે વર્ષથી પ્રેમ સંબંધ હતો. એક વર્ષ પહેલા પણ આરતીના લગ્ન નક્કી થયા હતા, પરંતુ દીનબંધુએ ધમકી આપી લગ્ન તોડાવી નાખ્યા હતા.

પોલીસ તપાસ અને કાર્યવાહી

ઘટના બાદ પોલીસે ફરાર દીનબંધુના ઘરને સીલ કરીને તાળું મારી દીધું છે. અપર પોલીસ સ્ટેશનના પ્રભારી ચંદન કુમારે જણાવ્યું કે, આ મામલો પ્રેમ પ્રકરણનો છે અને આરોપીની ધરપકડ માટે સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. લગ્નમાં હાજર લોકોની પણ પૂછપરછ કરીને ઝડપથી આરોપી સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

આ પણ વાંચો :સાવધાન! આજથી રસ્તા પર પોલીસનો પહેરો: હેલ્મેટ, રોંગ સાઈડ અને કાળા કાચ બદલ થશે કડક દંડ, 10 માર્ચ સુધી રાજ્યવ્યાપી ટ્રાફિક ડ્રાઈવ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે