Home State Gujarat FIR Filed Against Kirti Patel :સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે FIR,...

FIR Filed Against Kirti Patel :સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે FIR, સાધુ-સંતો પર કર્યા ગંભીર આક્ષેપ

0
294
Kirti Patel
Kirti Patel

FIR Filed Against Kirti Patel :મહાશિવરાત્રીના પાવન પર્વે જૂનાગઢના ભવનાથમાં આયોજિત મેળામાં આ વર્ષે ભક્તિની સાથે ભારે વિવાદ પણ જોવા મળ્યો છે. પ્રખ્યાત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે મહિલા પોલીસ અધિકારી સાથે તોછડાઈ કરવા અને સરકારી ફરજમાં રૂકાવટ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

FIR Filed Against Kirti Patel :મૃગીકુંડમાં સ્નાન બાદ વિવાદની શરૂઆત

FIR Filed Against Kirti Patel

મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ જ્યારે મૃગીકુંડ માત્ર સાધુ-સંતો માટે અનામત હોય છે, ત્યારે કીર્તિ પટેલે તેમાં ડૂબકી લગાવતા વિવાદ વકર્યો હતો.

  • પોલીસ ફરિયાદ: મહિલા PI કે.જે. મોડે કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરજ પર તૈનાત પોલીસ અધિકારી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન અને ઝઘડો કરવાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
  • તટસ્થ તપાસના આદેશ: જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ આ મામલે ગંભીરતા દાખવીને તટસ્થ તપાસના આદેશ આપ્યા છે.

FIR Filed Against Kirti Patel :’ઇન્દ્રભારતી બાપુની સચ્ચાઈ પુરાવા સાથે કહીશ’ – કીર્તિ પટેલનો પડકાર

FIR નોંધાયા બાદ કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર વળતો પ્રહાર કર્યો છે. તેણે સીધા જ રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ સામે મોરચો માંડ્યો છે.

FIR Filed Against Kirti Patel

કીર્તિ પટેલની પોસ્ટ: “ઇન્દ્રભારતી બાપુના ઇશારે જ મને કુંડમાંથી બહાર કાઢવામાં આવી હતી. હું ભગવા પાછળના બધા રાજ જાણું છું. આજે રાત્રે 9 વાગ્યે લાઇવમાં આવીને પુરાવા સાથે બધી સચ્ચાઈ જાહેર કરીશ.”

તેણે સવાલ ઉઠાવ્યો હતો કે અન્ય યુવતીઓ પણ નાઈટ ડ્રેસમાં સ્નાન કરતી હતી, તો શું તેઓ બાપુની સગી વહાલી હતી? માત્ર મને જ કેમ ટાર્ગેટ કરવામાં આવી?

FIR Filed Against Kirti Patel

ઘટનાક્રમ: ભજનમાં પૈસા ઉડાડવાથી લઈને મૃગીકુંડ સુધી

આ વિવાદ એકાએક નથી થયો, તેની પાછળ ઘટનાઓની શ્રેણી છે:

  1. ભજનમાં પૈસા: ભારતી આશ્રમમાં આયોજિત ભજનમાં કીર્તિ પટેલ પૈસા ઉડાવતી જોવા મળી હતી.
  2. ભગવા વસ્ત્રો: રવેડી રૂટ પર તે પોતાના મિત્રો સાથે ભગવા વસ્ત્રો પહેરીને ફરતી દેખાઈ હતી.
  3. મૃગીકુંડમાં પ્રવેશ: પ્રતિબંધ હોવા છતાં મધ્યરાત્રિએ કુંડમાં સ્નાન કર્યું, જેનાથી સંત સમાજમાં રોષ ફેલાયો છે.
FIR Filed Against Kirti Patel

સંત સમાજમાં રોષ, હરિહરાનંદ બાપુ મૌન

ધાર્મિક મર્યાદાના ભંગ બદલ જૂનાગઢના અખાડાઓ અને સાધુ-સંતોમાં ભારે ગુસ્સો છે. કીર્તિ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે. બીજી તરફ, જાણીતા સંત હરિહરાનંદ બાપુએ તબિયત નાદુરસ્ત હોવાનું જણાવી આ વિવાદ પર મૌન સેવ્યું છે.

આગળ શું? હવે સૌની નજર કીર્તિ પટેલના રાત્રે 9 વાગ્યાના સોશિયલ મીડિયા લાઇવ પર છે. તે કયા પ્રકારના ‘પ્રૂફ’ રજૂ કરે છે અને પોલીસ તેની ધરપકડ કરે છે કે કેમ, તે જોવું રહ્યું.

આ પણ વાંચો :ગુજરાતની આખરી મતદાર યાદી જાહેર: 4.40 કરોડ મતદારો નોંધાયા, સુરતમાં સૌથી વધુ નામ રદ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે