Home State Gujarat Gujarat Budget 2026:આવતીકાલથી રણશિંગું ફૂંકાશે; ₹3.90 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ અને ઉપાધ્યક્ષ...

Gujarat Budget 2026:આવતીકાલથી રણશિંગું ફૂંકાશે; ₹3.90 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ અને ઉપાધ્યક્ષ પદ માટે જંગ

0
381
Gujarat Budget

Gujarat Budget 2026:ગુજરાત વિધાનસભાનું મહત્વનું બજેટ સત્ર આવતીકાલ, 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે. આ સત્ર માત્ર આર્થિક લેખાજોખા માટે જ નહીં, પરંતુ રાજકીય ખેંચતાણ અને મહત્વના સામાજિક વિધેયકોને કારણે પણ અત્યંત ચર્ચાસ્પદ રહેવાનું છે.

Gujarat Budget 2026:સત્રનો પ્રારંભ અને રાજ્યપાલનું સંબોધન

સત્રની શરૂઆત બપોરે 12:00 વાગ્યે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે થશે. પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખ બાદ ગૃહની કાર્યવાહી આગળ વધશે. 16 ફેબ્રુઆરીથી શરૂ થનારું આ સત્ર 25 માર્ચ સુધી ચાલશે, જેમાં કુલ 26 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.

Gujarat Budget 2026

Gujarat Budget 2026:ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ-કોંગ્રેસ આમને-સામને

સત્રના પ્રથમ દિવસે જ રાજકીય ગરમાવો જોવા મળશે, કારણ કે વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાવાની છે.

  • ભાજપ: મંત્રી જીતુ વાઘાણી દ્વારા પૂર્ણેશ મોદીનું નામ પ્રસ્તાવિત કરવામાં આવશે.
  • કોંગ્રેસ: વિપક્ષ તરફથી શૈલેષ પરમાર ઉમેદવારી નોંધાવશે, જેમનો પ્રસ્તાવ દિનેશ ઠાકોર રજૂ કરશે.
  • આ ચૂંટણી ધ્વનિ મત’ દ્વારા કરવામાં આવશે, જે બંને પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે.

Gujarat Budget 2026:બજેટ 2026: અત્યાર સુધીનું સૌથી મોટું કદ

નાણામંત્રી કનુભાઈ દેસાઈ 17 ફેબ્રુઆરીના રોજ રાજ્યનું સામાન્ય બજેટ રજૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર:

  • બજેટનું કદ: અંદાજે ₹3.90 લાખ કરોડ (ગયા વર્ષ કરતા 15% નો વધારો).
  • આ ગુજરાતના ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હોવાનું અનુમાન છે.
  • નાણા વિભાગે આ અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

સત્રના મુખ્ય આકર્ષણો અને વિધેયકો

આ 23 દિવસના કામકાજ દરમિયાન સરકાર ઘણા મહત્વના નિર્ણયો લઈ શકે છે:

  • UCC (સમાન નાગરિક સંહિતા): આ સત્રમાં યુનિફોર્મ સિવિલ કોડ સંબંધિત મહત્વનું બિલ રજૂ થાય તેવી પ્રબળ શક્યતા છે.
  • નવા બિલો: સરકાર આશરે 7 જેટલા નવા વિધેયકો લાવવાની તૈયારીમાં છે.
  • પ્રોજેક્ટ સમીક્ષા: કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પડતર પ્રોજેક્ટ્સ પર પણ ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો :અમિત શાહનો રાહુલ ગાંધીને ખુલ્લો પડકાર: ‘ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો, ભાજપ કોઈપણ મંચ પર ચર્ચા કરવા તૈયાર’

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે