Home State Gujarat Surat news : 51 લાખ સામે 85 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરની પઠાણી...

Surat news : 51 લાખ સામે 85 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણી, વેપારીના ઘરમાં ઘૂસી ધમકી આપતો VIDEO વાયરલ

0
277
Surat news
Surat news

Surat news : સુરતમાં વ્યાજખોરોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના પાલનપુર પાટિયા વિસ્તારમાં એક ઝીંગાના વેપારી પાસે પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરનો વીડિયો સામે આવ્યો છે. પત્નીના દાગીના અને જમીન વેચીને મુદ્દલ કરતા વધુ રકમ ચૂકવી દીધી હોવા છતાં, મિલકત પચાવી પાડવા ધમકી આપતા વ્યાજખોર આનંદ ચાસિયાની પોલીસે ધરપકડ કરી છે.

Surat news :  શું છે સમગ્ર મામલો?

Surat news

પાલનપુર પાટિયાની દીનદયાળ સોસાયટીમાં રહેતા સુશીલ પટેલ ઝીંગા ઉછેર અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 2020માં લોકડાઉન દરમિયાન ધંધામાં નુકસાન થતા તેમણે મિત્ર મારફતે આનંદ બાલુભાઈ ચાસિયા પાસેથી માસિક 5% વ્યાજે ટૂકડે-ટૂકડે 51 લાખ રૂપિયા લીધા હતા. વ્યાજખોરે સિક્યોરિટી પેટે વેપારીના ઘર અને જમીનના અસલ દસ્તાવેજો લખાવી લીધા હતા.

Surat news :  85 લાખ ચૂકવ્યા છતાં વધું 35 લાખની માંગણી

વેપારીએ વ્યાજખોરના ત્રાસથી બચવા માટે:

  • મિત્ર પાસેથી 15 લાખની મદદ લઈને ચૂકવ્યા.
  • પત્નીના ઘરેણાં વેચીને અન્ય 15 લાખની ચુકવણી કરી.
  • છેલ્લા ચાર વર્ષમાં કુલ 85 લાખ રૂપિયા (34 લાખ વ્યાજ સહિત) ભરી દીધા હતા.

આટલી મોટી રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોર આનંદ ધરાયો નહોતો અને વધુ 35 લાખ રૂપિયાની માંગણી કરી વેપારીની જમીનનો સાટાખત પણ લખાવી લીધો હતો.

 “પોલીસ બોલાવી છે ને, તો હું બેસું” – વ્યાજખોરની દાદાગીરી

Surat news

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યાજખોર આનંદ ચાસિયા વેપારીના ઘરમાં ઘૂસીને ધાક-ધમકી આપી રહ્યો છે. જ્યારે વેપારીએ કહ્યું કે મોબાઈલમાં વીડિયો ઉતરે છે અને પોલીસને જાણ કરી છે, ત્યારે પણ વ્યાજખોરે બેફામ બનીને કહ્યું હતું કે, “પોલીસ બોલાવી છે ને તો હું બેસું, બોલાવી લો પોલીસને.” આ ઘટના બાદ વેપારીએ હિંમત કરી રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

 પોલીસ કાર્યવાહી

વેપારીની ફરિયાદના આધારે રાંદેર પોલીસે ગણતરીની કલાકોમાં જ નામચીન ફાઈનાન્સર આનંદ ચાસિયાની ધરપકડ કરી લીધી છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ વ્યાજખોરે અન્ય કેટલા નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવ્યા છે.

આ પણ વાંચો : સોમનાથમાં લવંડર ફૂલોનો દિવ્ય શણગાર, તો સુરતમાં પોલીસ સંચાલિત ઈચ્છાનાથ મહાદેવના દ્વારે ભક્તોની ભીડ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે