Home State Gujarat Major Blow to AAP in Gujarat: સૌરાષ્ટ્રમાં AAPને મોટો ફટકો: ખેડૂત નેતા...

Major Blow to AAP in Gujarat: સૌરાષ્ટ્રમાં AAPને મોટો ફટકો: ખેડૂત નેતા રાજુ કરપડાનું રાજીનામું, ગોપાલ ઇટાલિયા પર લગાવ્યા ગંભીર આરોપ; ભાજપમાં જોડાવાની અટકળો

0
422
AAP in Gujarat
AAP in Gujarat

Major Blow to AAP in Gujarat:  ગુજરાત આમ આદમી પાર્ટીના ખેડૂત સંગઠનના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયાને જિતાડવા માટે રાત-દિવસ એક કરનાર કરપડાએ પક્ષના જ નેતૃત્વ સામે નારાજગી વ્યક્ત કરીને રાજીનામું ધરી દીધું છે.

Major Blow to AAP in Gujarat:  જેલવાસ દરમિયાન મદદ ન મળતા નારાજગી

Major Blow to AAP in Gujarat

રાજુ કરપડાના રાજીનામા પાછળનું મુખ્ય કારણ ગોપાલ ઇટાલિયા અને પક્ષના નેતૃત્વની નિષ્ક્રિયતા હોવાનું મનાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ:

  • કપરા સમયમાં એકલા છોડ્યા: રાજુ કરપડા ૧૦૮ દિવસ (સાડા ત્રણ મહિના) સુધી જેલમાં રહ્યા, પરંતુ આ દરમિયાન ગોપાલ ઇટાલિયા કે પક્ષના અન્ય મોટા નેતાઓએ તેમની મુલાકાત લીધી નહોતી કે તેમના પરિવારને કોઈ આર્થિક કે લીગલ મદદ કરી નહોતી.
  • જશ ખાટવાની રાજનીતિ: આરોપ છે કે જ્યારે રાજુ કરપડા જેલમાંથી બહાર આવ્યા ત્યારે ઇટાલિયા જશ ખાટવા દોડી આવ્યા હતા, પરંતુ જ્યારે જેલવાસ દરમિયાન જરૂર હતી ત્યારે કોઈ ફરક્યું પણ નહોતું.
  • ચૂંટણીમાં કરી હતી મહેનત: વિસાવદર વિધાનસભા ચૂંટણી વખતે રાજુ કરપડાએ દોઢ મહિના સુધી મહેનત કરી હતી, છતાં કપરા સમયે મદદ ન મળતા તેઓ ભારોભાર નારાજ હતા.

Major Blow to AAP in Gujarat:  સૌરાષ્ટ્રમાં AAPની પકડ નબળી પડવાની શક્યતા

રાજુ કરપડા સૌરાષ્ટ્રના ખેડૂતોમાં સારી પકડ ધરાવે છે. કડદાપ્રથા સામેના આંદોલન બાદ ખેડૂતો AAP તરફ વળ્યા હતા, પરંતુ હવે પાયાના ખેડૂત નેતાના રાજીનામાથી પાર્ટી સૌરાષ્ટ્રમાં નબળી પડી શકે છે. કરપડાની નજીકના લોકોનું કહેવું છે કે, જેલના ખર્ચમાં પણ ખેડૂત મિત્રોએ જ મદદ કરી હતી, પક્ષે હાથ ઊંચા કરી લીધા હતા.

Major Blow to AAP in Gujarat:  ભાજપનું ‘પ્રેશર’ કે અંગત નારાજગી?

Major Blow to AAP in Gujarat

AAP નેતા પ્રવીણ રામે આ રાજીનામા પાછળ ભાજપની ‘પ્રેશર ટેક્નિક’ હોવાની શંકા વ્યક્ત કરી છે. જોકે, રાજુ કરપડાના સમર્થકો આ વાતને નકારી રહ્યા છે અને ઇટાલિયાની સ્વાર્થી રાજનીતિને જવાબદાર ઠેરવી રહ્યા છે. અટકળો એવી પણ છે કે આગામી સમયમાં રાજુ કરપડા વિધિવત્ રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ શકે છે.

રાજુ કરપડાએ જેલમુક્તિ બાદ જણાવ્યું હતું કે તેઓ ખેડૂતોના વીજળી અને પાણીના પ્રશ્નો માટે લડતા રહેશે. હવે તેઓ કયા પ્લેટફોર્મ પરથી લડત આપશે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો :ગિરનારની ગોદમાં ‘મિની કુંભ’નો પ્રારંભ: ભવનાથના શિખરે 55 કિલોના દંડ પર ધજા ચડાવાઈ, ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠી તળેટી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે