‘Four Stars of Destiny’ Book :  સંસદમાં જે બુક ને લઈને ચાલી રહ્યો છે વિવાદ , જાણો એ બૂક નું હાલનું સ્ટેટસ શું છે ?

0
141
‘Four Stars of Destiny’ Book
‘Four Stars of Destiny’ Book

‘Four Stars of Destiny’ Bookસંસદના બજેટ સત્ર દરમિયાન પૂર્વ થલ સેનાધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણેના પુસ્તક *‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’*ને લઈને મોટો રાજકીય વિવાદ ઊભો થયો છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધી આ પુસ્તકના અંશો સંસદમાં વાંચવા માંગતા હતા, પરંતુ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નિયમોનો હવાલો આપી તેમને અટકાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પુસ્તક હજુ પ્રકાશિત થયું નથી અને અપ્રકાશિત પુસ્તક સંસદમાં વાંચવાની પરવાનગી નથી.

‘Four Stars of Destiny’ Book

‘Four Stars of Destiny’ Bookવિરોધ છતાં બીજા જ દિવસે રાહુલ ગાંધી સંસદમાં આ પુસ્તક હાથમાં લઈને જોવા મળ્યા હતા. તેમણે મીડિયાને જણાવ્યું કે વડાપ્રધાન મોદી હાજર રહેશે ત્યારે તેઓ પુસ્તક તેમને આપશે. આ ઘટનાએ નવી ચર્ચાઓ જગાવી છે કે અપ્રકાશિત પુસ્તક રાહુલ ગાંધી સુધી કેવી રીતે પહોંચ્યું. આ મુદ્દે દિલ્હી પોલીસે FIR નોંધાવી તપાસ શરૂ કરી છે. પેંગ્વિન પબ્લિકેશને પણ સ્પષ્ટતા કરી છે કે પુસ્તક હજુ પ્રકાશિત થયું નથી.

‘Four Stars of Destiny’ Bookપૂર્વ સેના અધ્યક્ષે ટ્વિટ કરી આપી માહિતી

વિવાદ વધતા જનરલ નરવણેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પેંગ્વિનના નિવેદનને રી-પોસ્ટ કરી લખ્યું, “પુસ્તકની વર્તમાન સ્થિતિ આ છે.” જોકે નરવણેની પ્રતિક્રિયા બાદ પણ આ મામલો અટકતો દેખાતો નથી. આ અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘જનરલ નરવણેનું પુસ્તક બજારમાં ઉપલબ્ધ છે. 2023માં ખુદ નરવણેએ ટ્વીટ કરીને કહ્યું હતું કે તેમનું પુસ્તક એમેઝોન પર ઉપલબ્ધ છે. કાં તો જનરલ નરવણે જૂઠું બોલી રહ્યા છે અથવા તો પબ્લિશર પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા.’

‘Four Stars of Destiny’ Book

‘Four Stars of Destiny’ Book:  આ સમગ્ર મામલે સંસદમાં હંગામો સર્જાયો હતો, જેના કારણે વડાપ્રધાનનું સંબોધન પણ અટકી ગયું. વિપક્ષે સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરતાં રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે.

વધારે સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Table of Contents