Home State Gujarat Gujarat e-Registration Update: ગુજરાતના મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય: દસ્તાવેજ નોંધણીના નિયમોમાં ફેરફાર,...

Gujarat e-Registration Update: ગુજરાતના મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય: દસ્તાવેજ નોંધણીના નિયમોમાં ફેરફાર, હવે વધારાની ફી ભરવી પડશે

0
306
Registration Update
Registration Update

Gujarat e-Registration Update:  ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વધુ સુદ્રઢ, પારદર્શક અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં વધતા ઇ-રજીસ્ટ્રેશન (e-Registration)ના વ્યાપને ધ્યાનમાં રાખીને હવે દસ્તાવેજોની નોંધણી પ્રક્રિયામાં ફી માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યની તમામ સબ-રજીસ્ટ્રાર કચેરીઓ તેમજ ઓનલાઇન માધ્યમથી થતી નોંધણીઓમાં એકસૂત્રતા આવશે.

ડિજિટલ ગુજરાત અભિયાન અંતર્ગત સરકાર ઇ-રજીસ્ટ્રેશનને પ્રોત્સાહન આપી રહી છે. તે અંતર્ગત હવે ઇ-રજીસ્ટ્રેશન દ્વારા નોંધણી કરાવવામાં આવતા દરેક દસ્તાવેજ પર ₹100 રૂપિયાની પ્રોસેસિંગ ફી વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Gujarat e-Registration Update:  શું છે મહેસૂલ વિભાગનો નવો નિર્ણય?

Gujarat e-Registration Update

મહેસૂલ વિભાગે જાહેર કરેલા નિર્ણય મુજબ, અત્યાર સુધી સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી ભર્યા બાદ નોંધણી થતી હતી, પરંતુ હવે દરેક દસ્તાવેજ દીઠ વધારાની પ્રોસેસિંગ ફી લાગુ થશે. આ ફી ઓનલાઈન રજીસ્ટ્રેશન પોર્ટલની જાળવણી, ટેકનિકલ સુવિધાઓના સુધારણા અને સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.

Gujarat e-Registration Update:  સામાન્ય જનતા પર શું અસર પડશે?

હવે મિલકતની ખરીદ-વેચાણ, કરાર, દસ્તાવેજી હસ્તાંતરણ અથવા અન્ય કાનૂની નોંધણી વખતે અરજદારે સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી સાથે ₹100 રૂપિયાની વધારાની પ્રોસેસિંગ ફી પણ ચૂકવવી પડશે. જોકે આ રકમ ખૂબ જ નજીવી હોવાથી સામાન્ય જનતા પર મોટો આર્થિક બોજ પડશે નહીં, પરંતુ વહીવટી પ્રક્રિયામાં આ એક મહત્વપૂર્ણ બદલાવ માનવામાં આવી રહ્યો છે.

મહેસૂલ વિભાગના આ નિર્ણયથી રાજ્યમાં ઇ-રજીસ્ટ્રેશન પ્રક્રિયા વધુ વ્યવસ્થિત, સરળ અને પારદર્શક બનશે તેવું માનવામાં આવી રહ્યું છે. સાથે જ તમામ સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં એકસરખા નિયમો લાગુ થવાથી નોંધણી પ્રક્રિયામાં સ્પષ્ટતા આવશે.

આ પણ વાંચો :Gujarat Dy CM Harsh Sanghavi:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત શ્રીલંકાના પવિત્ર પ્રવાસે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે