Home State Gujarat Surat Shocker: સોશિયલ મીડિયા મિત્રતાની આડમાં હેવાનિયત: કોટાની યુવતીને સુરતમાં 20 દિવસ...

Surat Shocker: સોશિયલ મીડિયા મિત્રતાની આડમાં હેવાનિયત: કોટાની યુવતીને સુરતમાં 20 દિવસ સુધી બંધક બનાવી દુષ્કર્મ ગુજાર્યું ,

0
336
Surat Shocker

Surat Shocker:  સોશિયલ મીડિયા પર થયેલી ઓળખાણ યુવતી માટે નરક સમાન સાબિત થઈ હોય એવો ચકચારી બનાવ સુરતમાં સામે આવ્યો છે. રાજસ્થાનના કોટાની 21 વર્ષીય યુવતીને બર્થડે સેલિબ્રેશનના બહાને સુરત બોલાવી બે શખસોએ તેને નશાકારક ઈન્જેક્શન આપી 20 દિવસ સુધી બંધક બનાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. રાંદેર પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પીડિતા યુવતીનો 25 ડિસેમ્બરે સોશિયલ મીડિયા મારફતે સુરતના અમન વર્મા સાથે સંપર્ક થયો હતો. અમનનો 1 જાન્યુઆરીએ જન્મદિવસ હોવાથી તેણે બર્થડે સેલિબ્રેશન માટે યુવતીને સુરત આવવા લલચાવી હતી. મિત્રતાના વિશ્વાસે યુવતી કોટાથી સુરત આવી, પરંતુ અહીં પહોંચતા જ તે હેવાનિયતનો ભોગ બની હતી.

Surat Shocker

Surat Shocker: ખોટી ઓળખ અને ફેક નામથી વિશ્વાસ જીત્યો

આ સમગ્ર મામલામાં ચોંકાવનારી બાબત એ છે કે અમનનો મિત્ર મહંમદ તોહીદુલે પોતાની અસલી ઓળખ છુપાવી હતી. તેણે પોતાનું નામ ‘રોહિત ઉર્ફે તુષાર’ જણાવી પોતે હિન્દુ હોવાનું ખોટું દર્શાવ્યું હતું. ધર્મ અને નામ છુપાવી યુવતીનો વિશ્વાસ જીત્યા બાદ બંનેએ આયોજનબદ્ધ રીતે તેને ફસાવી હતી.

Surat Shocker: હોટલોમાં બંધક બનાવી નશાકારક ઈન્જેક્શન

યુવતી સુરત પહોંચ્યા બાદ આરોપીઓએ તેને ‘મૂનલાઈટ’ સહિતની વિવિધ હોટલોમાં લઈ જઈ બંધક બનાવી હતી. આરોપીઓ યુવતીને નશાકારક ઈન્જેક્શન આપી બેભાન કરતા અને તેની પર વારંવાર દુષ્કર્મ આચરતા હતા. ફરિયાદ મુજબ યુવતીને માર મારી તેના સોનાના દાગીના પણ લૂંટી લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, તેને દેહવેપાર જેવા ગુનામાં ધકેલવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.

Surat Shocker: હિંમત દાખવી પોલીસનો સંપર્ક

સતત 20 દિવસ સુધી શારીરિક અને માનસિક ત્રાસ સહન કર્યા બાદ યુવતીને એક તક મળતા તે આરોપીઓના સકંજામાંથી છૂટી ગઈ હતી. બાદમાં તેણે રાંદેર પોલીસ મથકનો સંપર્ક સાધી સમગ્ર ઘટનાની વિગત આપી હતી. શરૂઆતમાં કોટામાં ઝીરો નંબરથી FIR નોંધાઈ હતી, જે બાદમાં કેસ સુરતમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો.

વેઈટર અને દરજી કામ કરતા આરોપીઓ ઝડપાયા

Surat Shocker

રાંદેર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી લીધા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં 21 વર્ષીય અમન ઉર્ફે સાગર અજય ગયાપ્રસાદ વર્મા (હોટલમાં વેઈટર તરીકે કામ કરતો) અને 28 વર્ષીય મહંમદ તોહીદુલ ઉર્ફે તુષાર (દરજી કામ કરતો, મૂળ બંગાળનો વતની)નો સમાવેશ થાય છે. બંનેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આ આરોપીઓએ અગાઉ પણ અન્ય કોઈ યુવતીઓને આ રીતે શિકાર બનાવ્યા છે કે કેમ. આ બનાવ સોશિયલ મીડિયા પર અજાણ્યા સંપર્કો પ્રત્યે સાવચેત રહેવાની ગંભીર ચેતવણીરૂપ સાબિત થયો છે.

આ પણ વાંચો :વિકસિત ભારત માટે ‘વિકસિત ગ્રામ’ અનિવાર્ય: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૨૬૦થી વધુ સરપંચોને આપ્યું ‘ગ્રામ શક્તિ’નું ભાથું

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે