HomeEntertainmentMumbai: મુંબઈમાં ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીના ઘરની બહાર ફાયરિંગ, જુહુ વિસ્તારમાં ભયનો...

Mumbai: મુંબઈમાં ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીના ઘરની બહાર ફાયરિંગ, જુહુ વિસ્તારમાં ભયનો માહોલ

Mumbai: મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટીના ઘરની બહાર અજાણ્યા શખ્સોએ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની માહિતી મળી છે. આ ઘટના શનિવારે વહેલી સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ બની હતી.

Mumbai: પોલીસ તેમજ ફોરેન્સિક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી

Mumbai

ફાયરિંગની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તેમજ ફોરેન્સિક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. રોહિત શેટ્ટી મુંબઈના જુહુ વિસ્તારમાં રહે છે, જે વિસ્તાર બોલિવૂડના અનેક જાણીતા સેલિબ્રિટીઓના નિવાસસ્થાનો માટે જાણીતો છે. ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવ અને ચિંતાનો માહોલ સર્જાયો હતો.

રાહતની વાત એ છે કે આ ફાયરિંગ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. હાલ સુધી રોહિત શેટ્ટી કે મુંબઈ પોલીસ તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તેમજ ફાયરિંગ પાછળ કોણ જવાબદાર છે તે બાબતે પણ હજુ સુધી કોઈએ જવાબદારી સ્વીકારી નથી.

ઘટના બાદ પોલીસ દ્વારા રોહિત શેટ્ટીના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે અને અજાણ્યા હુમલાખોરોની શોધખોળ તેજ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ક્ષત્રિય સમાજના આગેવાનોની મહેનત રંગ લાવી, પદ્માવત ફિલ્મ વિરોધ સમયે થયેલા કેસો પરત ખેંચાયા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments