Rule Change:LPG, આધાર, પગારથી લઈને વાહનો સુધી: 1 જાન્યુઆરી 2026થી બદલાશે 9 મોટા નિયમો, ખિસ્સા પર પડશે સીધી અસર

0
152
Rule Change
Rule Change

Rule Change: નવા વર્ષની શરૂઆત સાથે જ સામાન્ય જનતાના જીવનને અસર કરતા અનેક મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. 1 જાન્યુઆરી 2026થી બેન્કિંગ, ટેક્સ, UPI, સિમ કાર્ડ, ગેસના ભાવ અને પગાર સંબંધિત કુલ 9 મોટા બદલાવ અમલમાં આવશે. જો સમયસર તૈયારી નહીં કરવામાં આવે તો આ બદલાવ ખિસ્સા પર ભારે પડી શકે છે.

Rule Change:  કયા કયા નિયમોમાં બદલાવ આવ છે

1. PAN-Aadhaar લિંક કરવું ફરજિયાત

પાન અને આધાર કાર્ડ લિંક કરવાની અંતિમ તારીખ ડિસેમ્બર અંતે પૂર્ણ થઈ રહી છે. જો 1 જાન્યુઆરી 2026 સુધી PAN-Aadhaar લિંક નહીં કરો તો પાન કાર્ડ ઇનએક્ટિવ થઈ જશે. તેના કારણે બેન્કિંગ વ્યવહારો, ITR રિફંડ અને સરકારી યોજનાઓના લાભ અટકી શકે છે.

Rule Change

2. UPI, સિમ અને મેસેજિંગ એપ્સ માટે કડક નિયમો

ડિજિટલ ફ્રોડ રોકવા માટે સરકાર UPI પેમેન્ટ, સિમ વેરિફિકેશન અને મેસેજિંગ એપ્સ (WhatsApp, Telegram, Signal) માટે વધુ કડક સુરક્ષા નિયમો લાગુ કરશે. નવા વર્ષથી OTP, KYC અને ટ્રાન્ઝેક્શન મોનિટરિંગ વધુ સખત બનશે.

3. FD અને લોનના વ્યાજ દરમાં ફેરફાર

Rule Change

SBI, PNB અને HDFC સહિતની મોટી બેન્કોએ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે, જેની અસર 1 જાન્યુઆરીથી જોવા મળશે. સાથે જ ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના નવા વ્યાજ દરો પણ લાગુ થશે, જે રોકાણકારો માટે મહત્વપૂર્ણ છે.

4. LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર

દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ LPG સિલિન્ડરના ભાવ નક્કી કરે છે. 1 જાન્યુઆરી 2026થી રસોઈ ગેસના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે 1 ડિસેમ્બરે કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹10નો ઘટાડો થયો હતો.

Rule Change

5. CNG, PNG અને જેટ ફ્યુઅલ (ATF)ના ભાવ

LPGની સાથે CNG અને PNGના ભાવમાં પણ ફેરફાર થવાની સંભાવના છે. આંતરરાષ્ટ્રીય બજાર મુજબ ATF (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ)ના ભાવ બદલાશે, જેના કારણે હવાઈ મુસાફરી મોંઘી કે સસ્તી બની શકે છે.

6. નવો ઇન્કમ ટેક્સ એક્ટ 2025

1961ના જૂના આવકવેરા કાયદાની જગ્યાએ નવો ઇન્કમ ટેક્સ એક્ટ અમલમાં લાવવાની પ્રક્રિયા શરૂ થશે. સરકાર જાન્યુઆરીમાં નવા સરળ ITR ફોર્મ નોટિફાઈ કરી શકે છે, જે નાણાકીય વર્ષ 2026-27થી લાગુ થશે.

7. 8મું પગાર પંચ લાગુ થવાની શક્યતા

કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર છે. 7મા પગાર પંચની મુદત 31 ડિસેમ્બર 2025એ પૂરી થઈ રહી છે. અનુમાન છે કે 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ પ્રભાવી માનવામાં આવશે, જેના કારણે પગાર અને પેન્શનમાં મોટો વધારો થઈ શકે છે.

8. ખેડૂતો માટે નવા નિયમો

PM-કિસાન યોજનાનો લાભ લેવા માટે હવે ‘યુનિક કિસાન ID’ ફરજિયાત બની શકે છે. ઉપરાંત, પાક વીમા યોજના હેઠળ જંગલી જાનવરો દ્વારા થયેલા નુકસાનની રિપોર્ટ 72 કલાકમાં કરશો તો તે પણ વીમામાં આવરી લેવાશે.

9. વાહનોની કિંમતમાં વધારો

Rule Change

નવા વર્ષથી વાહન ખરીદવું મોંઘું પડશે. કાર ઉત્પાદક કંપનીઓએ વાહનોના ભાવમાં 3% સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે, જેની સીધી અસર ગ્રાહકોના બજેટ પર પડશે.

આ પણ વાંચો :Bhupendra Patel :બાળકો સાથે બાળક બન્યા CM ભૂપેન્દ્ર પટેલ: અમદાવાદના ફન બ્લાસ્ટમાં ટોય ટ્રેનની સવારી, રમતમાં જોડાયા, ભૂલકાઓમાં ખુશી છવાઈ