Ambaji News: બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી નજીક આવેલા પાડલીયા ગામે શનિવારે (13 ડિસેમ્બર) ભારે હિંસા ફાટી નીકળી હતી. વન વિભાગની જમીનને લઈને ચાલી રહેલા જૂના વિવાદ વચ્ચે સ્થાનિક લોકોના ટોળાએ પહેલા ફોરેસ્ટ વિભાગની ટીમ અને ત્યારબાદ પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં PI આર.બી. ગોહિલ સહિત પોલીસ અને ફોરેસ્ટ વિભાગના 45થી વધુ કર્મચારી અને અધિકારીઓ ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે.

મળતી માહિતી મુજબ, વન વિભાગની જમીન બાબતે કાર્યવાહી કરવા માટે ફોરેસ્ટ અધિકારીઓની ટીમ પાડલીયા ગામે પહોંચી હતી. આ દરમિયાન સ્થાનિક લોકો સાથે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બબાલમાં ફેરવાયો હતો. ટોળાએ ફોરેસ્ટ વિભાગની ટીમ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચ્યું હતું, પરંતુ ઉગ્ર બનેલા ટોળાએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો.
Ambaji News: તીર-કામઠાં અને તલવારથી હુમલો
સ્થાનિક લોકોના ટોળાએ પથ્થરો સાથે-साथ તલવાર અને તીર-કામઠાંથી પણ હુમલો કર્યો હતો. આ દરમિયાન PI આર.બી. ગોહિલને કાનના ભાગે તીર વાગતા તેઓ બેભાન થઈ ગયા હતા. ઘટનામાં અનેક પોલીસ અને ફોરેસ્ટ કર્મીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે.
Ambaji News: વાહનો સળગાવાયા

હિંસક ટોળાએ વન વિભાગના વાહનોને આગચાંપી કરી હતી, જેના કારણે ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થિતિ બેકાબૂ બનતાં પોલીસનો મોટો કાફલો પાડલીયા ગામે તૈનાત કરવામાં આવ્યો છે.
Ambaji News: ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા

હુમલામાં ઘાયલ થયેલા PI સહિત તમામ પોલીસ અને ફોરેસ્ટ કર્મીઓને અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
સ્થિતિ તંગ, પોલીસ બંદોબસ્ત વધારાયો
ઘટનાને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ છે. કોઈ અણધારી ઘટના ન બને તે માટે વિશાળ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હુમલાખોરોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
SBI Slashes Interest Rates:ગ્રાહકો માટે મોટી રાહત: SBIએ લોનના દર 25 બેસિસ પોઈન્ટથી ઘટાડ્યા”




