Home State Gujarat Surat news :સુરતમાં ઓનલાઈન અરજીઓ વધુ સુરક્ષિત બનશે: આધાર આધારિત ઈ-સાઇન સર્વિસ...

Surat news :સુરતમાં ઓનલાઈન અરજીઓ વધુ સુરક્ષિત બનશે: આધાર આધારિત ઈ-સાઇન સર્વિસ લોન્ચ કરવા પાલિકા તૈયાર

0
450
Surat news
Surat news

Surat news :સુરત શહેર ડિજિટલ સેવાઓમાં ગુજરાતમાં અગ્રેસર રહ્યું છે. હવે આ સેવાઓને વધુ સુરક્ષિત, પારદર્શક અને ગોટાળામુક્ત બનાવવા માટે સુરત મહાનગર પાલિકા એક મહત્વની નવી વ્યવસ્થા લાગુ કરવા જઈ રહી છે. પાલિકા વેરા અને અન્ય અનેક ઓનલાઇન અરજીઓમાં આધાર આધારિત ઈ-સાઇન ફરજિયાત કરવાની તૈયારીમાં છે, જેથી ફેક અરજી અને અન્યના નામે થતી દુરૂપયોગી અરજીઓને રોકી શકાય.

Surat news

Surat news :શા માટે લાવવામાં આવી રહી છે આ નવી સિસ્ટમ?

હાલ સુધી પાલિકાની ઘણી ઓનલાઇન સેવાઓમાં અરજદારની ઓળખની પૂરી ખાતરી થતી નહોતી.
તેના કારણે—

  • અન્યના નામે ઓનલાઈન અરજી
  • ફેક ડોક્યુમેન્ટ અપલોડ
  • ઓળખનો દુરૂપયોગ
    જેવી અનેક ફરિયાદો આવતી હતી.

આ સમસ્યાઓને અટકાવવા આધાર ઓટીપી વેરિફિકેશન દ્વારા ઓળખ સત્તાવાર રીતે ચકાસાઈ શકે તે માટે નવા ઈ-સાઇન સિસ્ટમનો પ્રોજેક્ટ તૈયાર થયો છે. આ માટે પ્રસ્તાવ સ્થાયી સમિતિ સમક્ષ રજુ થયો છે.

Surat news

Surat news :આધાર આધારિત ઈ-સાઇન કેવી રીતે કામ કરશે?

મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલે માહિતી આપી કે—

  • ઓનલાઇન અરજી કરતી વખતે અરજદારે પોતાનો આધાર નંબર દાખલ કરવો પડશે.
  • તેના મોબાઇલ પર ઓટીપી આવશે.
  • સાચો ઓટીપી દાખલ કર્યા બાદ જ અરજદારની ઓળખ વેરીફાઈ થશે.
  • ઓળખ વેરિફિકેશન થયા બાદ જ અરજી સબમિટ થશે.

આથી નાગરિકોની ઓળખ સુરક્ષિત રહેશે અને ખોટી અરજીઓ રોકાશે.

Surat news :કઈ સેવાઓમાં ઈ-સાઇન ફરજિયાત થશે?

આધાર આધારિત ઈ-સાઇન નીચેની સેવાઓમાં લાગુ કરવામાં આવશે:

 પ્રોપર્ટી ટેક્સ વિભાગ

  • નામ ફેરફાર
  • ભોગવટાદાર ઉમેરવા/દૂર કરવા
  • કોસ્પોન્ડન્ટ એડ્રેસ ચેન્જ
  • નવી અસેસમેન્ટ
  • રિવિઝન અરજી

 પ્રોફેશનલ ટેક્સ તથા દુકાન-સ્થાપના વિભાગ

  • નવી રજિસ્ટ્રેશન સેવા

 ભરતી વિભાગ

  • ઓનલાઈન નોકરીની અરજી
  • લાયકાતનાં દસ્તાવેજો અપલોડ
  • એફિડેવિટ સબમિશન

 Society Civic Facility

  • પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ
  • રોડ સંબંધિત અરજી
  • કોમ્પ્લાયન્સ દસ્તાવેજો

સુરતીઓને શું મળશે લાભ?

  • ફેક અરજીઓનો અંત
  • વધુ પારદર્શક વ્યવસ્થા
  • ઓનલાઈન અરજીઓમાં સુરક્ષા
  • દસ્તાવેજોની વિશ્વસનીયતા
  • સમય અને ઝંઝટમાં રાહત

આ પણ વાંચો :Pm modi:ઇન્ડિગો સંકટ વચ્ચે PM મોદીની ચેતવણી: જનતાને તકલીફરૂપ નિયમો તાત્કાલિક દૂર કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે