Gujarat RERA News:ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)એ મિલકત ખરીદનારાઓની સુરક્ષા અને પારદર્શિતાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. 1 ડિસેમ્બરથી રાજ્યની દરેક બાંધકામ સાઇટ પર QR કોડવાળું બેનર લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે, જેમાં પ્રોજેક્ટ સંબંધિત તમામ જરૂરી વિગતો ઉપલબ્ધ રહેશે.Gujarat RERA News:શા માટે લેવાયો નવો નિર્ણય?

RERAના મતે, ઘણીવાર લોકો મકાન અથવા દુકાન ખરીદતી વખતે પ્રોજેક્ટની સાચી માહિતી મેળવી શકતા નથી. ઘણા બિલ્ડર પ્રોજેક્ટ વિશે પૂરતી વિગતો જાહેર કરતા નથી, જેના કારણે ગ્રાહકો ગેરમાહિતી અથવા છેતરપિંડીનો ભોગ બને છે.
આ નવા નિયમથી—
- બાંધકામના દરેક સ્ટેટસની માહિતી
- મંજૂર નકશા
- પ્રોજેક્ટ પ્રગતિ
- કલેક્શન બૅંક એકાઉન્ટ
- સરકારી મંજૂરીઓ
આ બધી માહિતી સીધી RERAની અધિકૃત વેબસાઇટ પરથી ગ્રાહક જોઈ શકશે.

Gujarat RERA News:શું છે નવો નિયમ?—બેનર માટેના ફરજીયાત માપદંડ
RERAના નવા હુકમ પ્રમાણે:
- બેનરની લઘુતમ પહોળાઈ: 1.20 મીટર
- લઘુતમ ઊંચાઈ: 2 મીટર
- બેનર મુખ્ય પ્રવેશદ્વાર પાસે અથવા મુખ્ય માર્ગ પરથી સ્પષ્ટ દેખાય એવી જગ્યાએ મૂકવું ફરજિયાત
- બોર્ડ 1.50–2 મીટરની ઊંચાઈએ મૂકવો
- બેનરનો બેકગ્રાઉન્ડ સફેદ અથવા પીળો, વોટરપ્રૂફ મટીરિયલનો
- RERA રજિસ્ટ્રેશન નંબર અને પ્રોજેક્ટના કલેક્શન બેંક એકાઉન્ટની વિગતો — લાલ રંગમાં સ્પષ્ટ રીતે દર્શાવવી ફરજિયાત
- QR કોડનો આકાર ઓછામાં ઓછો 15cm × 15cm, અને મોબાઇલથી સરળતાથી સ્કેન કરી શકાય એવો હોવો જરૂરી
ગ્રાહક QR કોડ સ્કેન કરશે એટલે તે સીધો RERA વેબસાઇટના પ્રોજેક્ટ પેજ પર પહોંચી જશે.

ડેવલોપર માટે ફરજિયાત: જિયો-ટેગવાળા ફોટોગ્રાફ અપલોડ કરવાના
બાંધકામ સાઇટ પર મૂકેલા બેનરનો જિયો-ટેગ સાથેનો ફોટો (Latitude & Longitude) હવે ડેવલોપરે પોતાના તમામ ત્રિમાસિક પ્રગતિ અહેવાલ (OPR) સાથે RERA પોર્ટલમાં અપલોડ કરવો જરૂરી રહેશે.
આથી બિલ્ડરોની જવાબદારી વધુ કડક બનશે અને પ્રોજેક્ટની વાસ્તવિકતા RERA સમક્ષ સ્પષ્ટ થશે.
Gujarat RERA News:ગ્રાહકોને શું ફાયદો?
આ નવી પ્રણાલીએ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા વધારશે અને ગ્રાહકોને મોટા ફાયદા થશે:
RERA 2016નો મુખ્ય ઉદ્દેશ — ગ્રાહક સુરક્ષા — વધુ મજબૂત બનશે
પ્રોજેક્ટના તમામ દસ્તાવેજો સાઇટ પર જ ઉપલબ્ધ
છેતરપિંડીની શક્યતા ઘટશે
બાંધકામની ગુણવત્તા અને ગતિ પર સીધી નજર
રોકાણ અંગે યોગ્ય નિર્ણય લેવો સરળ
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો




