Home State Gujarat Unity March :કરમસદથી કેવડિયા સુધી ‘રાષ્ટ્રીય એકતા યાત્રા’નો પ્રારંભ: PM મોદીએ વર્ચ્યુઅલી...

Unity March :કરમસદથી કેવડિયા સુધી ‘રાષ્ટ્રીય એકતા યાત્રા’નો પ્રારંભ: PM મોદીએ વર્ચ્યુઅલી આપી લીલી ઝંડી, બે મુખ્યમંત્રીઓની હાજરી

0
363
Unity March
Unity March

Unity March :આણંદ જિલ્લામાં આજે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ, જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે તેમની કર્મભૂમિ કરમસદ ખાતેથી **‘રાષ્ટ્રીય એકતા યાત્રા’**નો ભવ્ય પ્રારંભ થયો. દેશભરમાંથી મહેમાનો, આગેવાનો અને ભક્તો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધાનગર ખાતે યોજાયેલી જનસભા દરમ્યાન આ યાત્રાને વર્ચ્યુઅલી લીલી ઝંડી બતાવી.

Unity March

Unity March :152 કિમીની પદયાત્રા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થશે પૂર્ણ

આ યાત્રા કુલ 152 કિલોમીટરનું અંતર કાપીને કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પૂર્ણ થશે. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા વિશેષરૂપે હાજર રહ્યા. બંને મુખ્યમંત્રીઓએ પદયાત્રામાં જોડાઈને સરદાર સાહેબને અભિવાદન કર્યુ.

Unity March :મહેમાનોની સરદાર સાહેબના પૈતૃક ઘરની મુલાકાત

Unity March

કાર્યક્રમ પહેલાં વીવીઆઈપી મહેમાનો કરમસદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલના પૈતૃક ઘરની મુલાકાતે પહોંચ્યા. ત્યાર બાદ વિધાનગર ખાતેની ભવ્ય જનસભામાં હાજરી આપી. સુરક્ષા અને વ્યવસ્થાના કડક બંદોબસ્ત વચ્ચે યાત્રાની શરૂઆત થઈ. યાત્રાનો પ્રથમ રાત્રિ પડાવ નાવલી ગામ ખાતે રહેશે.

Unity March

Unity March : ‘દેશ માટે કામ કરવાથી મોટું સુખ નથી’: CM ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે સરદાર સાહેબ કહેતા— દેશ માટે કામ કરવાથી બીજો કોઈ આનંદ ન હોઈ શકે.” એમ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રજા લીધા વગર જીવન દેશ માટે સમર્પિત કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આપણે પણ આત્મનિર્ભર ભારતના સપના માટે સતત કાર્યરત રહેવું જોઈએ.

સરદાર સાહેબના વિચારો આજે પણ પ્રેરણા આપે છે

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ઊભી થઈ— જે એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંકલ્પનું પ્રતિક છે. જેમ સરદાર સાહેબે ખેડૂતો અને શ્રમિકોના હક્ક માટે લડ્યા, તેવી જ રીતે કેન્દ્ર સરકાર પણ લોકોના હિત માટે સતત કાર્યરત છે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Sanwariya Seth Temple:10 મિનિટના દર્શન, કરોડોનું દાન સાંવરિયા શેઠના ભંડારે મેવાડમાં મચાવી ધુમ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે