Sanwariya Seth Temple:ચિત્તોડગઢ (મેવાડ) સ્થિત શ્રી કૃષ્ણધામ સાંવરિયા શેઠજી મંદિરના ભંડારે આ વર્ષે તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર ચાર રાઉન્ડની ગણતરીમાં 36 કરોડ 13 લાખ 60 હજાર રૂપિયાનું દાન મળ્યું છે. ચેક, મનીઓર્ડર અને ઓનલાઈન દાનની ગણતરી હજુ બાકી હોવાથી કુલ રકમ 40 કરોડ પાર જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Sanwariya Seth Temple:ફક્ત ચાર રાઉન્ડમાં જ રેકોર્ડબ્રેક દાન
- 1લો રાઉન્ડ (19 નવેમ્બર) – 12.35 કરોડ
- 2જો રાઉન્ડ (21 નવેમ્બર) – 8.54 કરોડ
- 3જો રાઉન્ડ (24 નવેમ્બર) – 7.08 કરોડ
- 4થો રાઉન્ડ (25 નવેમ્બર) – 8.15 કરોડ
આ ચારેય રાઉન્ડનો કુલ 36.13 કરોડ થાય છે, જે ગયા વર્ષના બે મહિનાના કુલ 34.91 કરોડથી પણ વધુ છે.
આ વર્ષે ભંડાર બે મહિના પછી ખોલાયો

દિવાળીના દિવસોમાં ચઢાવો વધતા હોય છે. પરંપરા અનુસાર ચૌદશના દિવસે ભંડાર ખોલવામાં આવતો હોય છે, પણ આ વર્ષે તે બે મહિના પછી ખોલાયો હોવાથી દાનમાં વધારો નોંધાયો છે.
મૂર્તિ પર ભૃગુ ઋષિના ચરણચિહ્નની માન્યતા
મંદિરની વિશેષતા એવી છે કે અહીંની એક મૂર્તિના છાતી પર ચરણચિહ્ન છે. માન્યતા મુજબ એકવાર યજ્ઞના ફળ અંગે નિર્ણય કરવા ભૃગુ ઋષિ ભગવાન વિષ્ણુ પાસે ગયા હતા. વિષ્ણુજી નિદ્રામાન દેખાતા હોવાથી ઋષિએ ક્રોધમાં છાતી પર લાત મારી. વિષ્ણુએ નમ્રતાથી ક્ષમા માંગતા તેમનાં પગ પકડી લીધા, જેને જોઈ ઋષિ પ્રસન્ન થયા અને યજ્ઞનું ફળ તેમને સમર્પિત કર્યું. આ ચરણચિહ્નને આજે પણ પ્રામાણિક ચિહ્ન માનવામાં આવે છે.
ફક્ત 10 મિનિટ દર્શન
આ ચરણચિહ્નના દર્શન માટે રોજ સવારે 4.50 થી 5.00 વાગ્યા સુધીનો સમય નક્કી છે. બાદમાં તેને વસ્ત્રોથી ઢાંકી દેવામાં આવે છે. દેશ-દુનિયામાં ક્યાંય આવું ચરણદર્શન ઉપલબ્ધ નથી.

Sanwariya Seth Temple:મંદિરનો ઈતિહાસ અને પુનઃનિર્માણ
મંદિરનું વર્તમાન માળખું લગભગ 3000 ચોરસ ફૂટ વિસ્તારમાં છે. રાજા મદન સિંહ ભીંડરે પૂરા ભગતની વિનંતિ પર તેનું જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. માન્યતા છે કે બેટ દ્વારકાની યાત્રા દરમિયાન હોડી સમુદ્રમાં ફસાઈ ગઈ ત્યારે ” પૂરા ભગત “ની જયકારથી હોડી બચી હતી. આ વાતથી પ્રભાવિત થઈ રાજાએ ભાદસોડા ગામના પૂરા ભગતની ઈચ્છા પ્રમાણે મંદિરનો વિકાસ કરાવ્યો.
વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :
T20 world cup 2026 નું શિડ્યુલ જાહેર , અમદાવાદમાં રમાશે ફાઇનલ , ભારત –પાકની મેચ શ્રીલંકામાં રમાશે




