Ahmedabad news :કોમનવેલ્થ માટે અમદાવાદ તૈયાર: અમિત શાહે બુક ફેસ્ટિવલમાં લખ્યો ‘સુસ્વાગતમ’ સંદેશ.#AhmedabadBookFestival, #AmitShah, #CommonwealthGames,

0
115
Ahmedabad news
Ahmedabad news

Ahmedabad news :અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે ચાલી રહેલા અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025 નો રવિવારે વિશેષ રંગ છવાઈ ગયો હતો. કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી અને અહીં આવેલા સિગ્નેચર વોલ પર ખાસ સંદેશ લખીને કોમનવેલ્થ દેશોના ખેલાડીઓને “સુસ્વાગતમ” પાઠવ્યું હતું.

Ahmedabad news :

Ahmedabad news :“કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ માટે અમદાવાદ તૈયાર છે, સુસ્વાગતમ…

“કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ માટે અમદાવાદ તૈયાર છે, સુસ્વાગતમ…”— આ સંદેશ લખીને અમિત શાહે શહેરની તૈયારીઓની પ્રશંસા કરી હતી. તેમણે વિવિધ બુક સ્ટોલ્સની મુલાકાત લીધી, પુસ્તકો પ્રત્યેનો પોતાનો લગાવ વ્યક્ત કર્યો અને હાજર બાળકોને વાંચનનું મહત્વ સમજાવ્યૂ હતું, . તેમના આ સંવાદે સમગ્ર મહોત્સવમાં એક ઉષ્માભર્યો માહોલ સર્જાયો હતો.

ફેસ્ટિવલમાં લોકો એમને જોઈ ઉત્સાહિત થઈ ગયા હતા અને “અમિત કાકા… અમિત કાકા…”ના નાદ વચ્ચે ગૃહમંત્રીએ લોકો તરફ આગળ આવી અભિવાદન સ્વીકાર્યું હતું.

આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણી, ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર પ્રતિભાબેન જૈન, સ્થાનીક ધારાસભ્યો તથા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

Ahmedabad news :11 દિવસનો સાહિત્ય મહોત્સવ

Screenshot 2025 11 23 084243

13 થી 23 નવેમ્બર સુધી ચાલતા આ બુક ફેસ્ટિવલનું આયોજન AMC, નેશનલ બુક ટ્રસ્ટ (NBT) અને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. આશરે 1 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલા આ મહોત્સવમાં 300થી વધુ સ્ટોલ્સ છે. બાળકો, યુવાનો અને વિચારકો માટે અલગ-અલગ ત્રણ વિશિષ્ટ ઝોન તૈયાર કરવામાં આવ્યા છે.

નિ:શુલ્ક પ્રવેશ સાથે દરરોજ સવારે 11થી રાત્રે 9 વાગ્યા સુધી ચાલતા આ ફેસ્ટિવલમાં પુસ્તકોની ખરીદી, વર્કશોપ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને બૌદ્ધિક ચર્ચાઓનો સુંદર મિશ્રણ જોવા મળે છે.

આ મહોત્સવનું ઉદ્ઘાટન 13 નવેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

અમદાવાદને વૈશ્વિક સાહિત્યના નકશે વધુ પ્રભાવશાળી બનાવવા માટે આ ફેસ્ટિવલ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.

વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો :

Surat news :સુરતના સરથાણા વિસ્તારમાં કરુણ ઘટના મહિલા ડોક્ટરની 9 માં માળેથી કૂદી મોત.