Realme GT8 Pro Launches:રીયલમીએ ભારતમાં પોતાનો સૌથી અદ્યતન ફ્લેગશિપ સ્માર્ટફોન Realme GT8 Pro લોન્ચ કર્યો છે, જેને કંપનીએ અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી અને સૌથી પ્રીમિયમ GT-સિરીઝ ફોન કહેવામાં આવ્યો છે. નવો GT8 Pro ખાસ કરીને ફોટોગ્રાફી, હાઇ-પરફોર્મન્સ ગેમિંગ અને અલ્ટ્રા-બ્રાઇટ ડિસ્પ્લે જેવી ક્ષમતાઓ માટે બનાવવામાં આવ્યો છે.

ફોનની શરૂઆતની કિંમત ₹72,999 રાખવામાં આવી છે. આ ફોનમાં 200MP ટેલિફોટો કેમેરા, Ricoh કંપની સાથે ટ્યુન કરાયેલ ફોટોગ્રાફી સિસ્ટમ અને સૌથી ઝડપી Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ આપવામાં આવ્યું છે.
Realme GT8 Pro Launches:Realme GT8 Pro ની 4 મુખ્ય ખાસિયતો
1. GT Boost 3.0 પરફોર્મન્સ એન્જિન
ગેમિંગ, હાઈ-એન્ડ એડિટીંગ અને મલ્ટિટાસ્કિંગ માટે ફોનને હેંગ-ફ્રી અને ઝડપી રાખવા માટે GT બૂસ્ટ 3.0 ટેકનોલોજી મળી છે.
2. Symmetric Master Acoustic Speakers
ડ્યુઅલ બેલેન્સ્ડ સ્પીકર્સ વધુ ક્લિયર વોઇસ, સ્ટ્રોંગ બેસ અને સિનેમેટિક સાઉન્ડનો અનુભવ આપે છે.
3. Ultra-Haptic Motor
ગેમિંગ અને નોટિફિકેશન વખતે વધુ રિયલિસ્ટિક વાઇબ્રેશન—હાથમાં ઝટકો જેવી “સ્પર્શ અનુભવ” ટેકનોલોજી.
4. IP69 રેટિંગ
ધૂળ, વરસાદ, કાદવ અને હાઇ-પ્રેશર વોટર જેટ્સ સામે ટોચનું પ્રોટેક્શન. ફોનને ધોઈ શકાય તેવા લેવલનું વોટર પ્રૂફિંગ.
Realme GT8 Pro Launches:પ્રિમિયમ ડિઝાઇન: કસ્ટમ કેમેરા રિંગ્સ + 2 કલર ઓપ્શન
Realme GT8 Pro માં મિકેનિકલ ડિઝાઇન સાથે કસ્ટમાઇઝેબલ કેમેરા રિંગ્સ આપવામાં આવ્યા છે, એટલે કે યુઝર્સ પસંદગી પ્રમાણે કેમેરા રિંગ બદલી શકે.
કલર ઓપ્શન:

- Dairy White – ફ્રોસ્ટેડ ગ્લાસ ફિનિશ
- Urban Blue – પેપર-લેધર ફિનિશ
ફોન 7.8mm પાતળો અને 214 ગ્રામ હળવો છે. મેટ મેટલ ફ્રેમ અને સ્મૂથ કર્વ્ડ બોડી સાથે પ્રીમિયમ લુક આપે છે.
Realme GT8 Pro Launches:ડિસ્પ્લે: 7000 nits બ્રાઇટનેસ + 2K 144Hz પેનલ
- 6.79-inch 2K ડિસ્પ્લે
- 144Hz રિફ્રેશ રેટ
- 7000 nits પીક બ્રાઇટનેસ – તડકામાં પણ સ્પષ્ટ વિઝિબિલિટી
- Ultrasonic Fingerprint Sensor – માત્ર 0.07 સેકન્ડનો અનલોક સમય
- આઇ-પ્રોટેક્શન ટેકનોલોજીથી લાંબા સમય સુધી ઉપયોગમાં આંખ પર ભાર નહીં પડે.
પરફોર્મન્સ: વિશ્વનો સૌથી ઝડપી Snapdragon 8 Elite Gen 5
રીયલમીએ પુષ્ટિ કરી છે કે GT8 Pro દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન છે જેમાં Qualcommનો Snapdragon 8 Elite Gen 5 (3nm Process) ચિપસેટ છે.
કંપનીના દાવા પ્રમાણે:
- 20% વધુ CPU પરફોર્મન્સ
- 23% વધુ GPU શક્તિ
- 33% વધુ CPU પાવર-એફિશિયન્સી
- 37% વધારેલી AI પાવર
ફોનમાં LPDDR5X RAM અને UFS 4.1 સ્ટોરેજ છે, જેને સાથે R1 ગ્રાફિક્સ એન્જિન 100+ ગેમ્સમાં Super Resolution અને Super Frame મોડ આપે છે.
7000mm² Vapor Chamber Cooling – GT7 કરતા 30% મોટી, લાંબા ગેમિંગ સેશનમાં ફોન ઠંડો રહે.
વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો




