Kartik Amavasya :તિથિ ભેદથી કારતક અમાસ બે દિવસ પૂર્વજ તર્પણથી લઈને દાન સુધીના શુભ કાર્યોનું મહત્વ.#KartikAmavasya #TwoDayAmavasya, #PitruTarpan, #AncestralRituals #HolyBath

0
181
Kartik Amavasya
Kartik Amavasya

Kartik Amavasya :કારતક માસની અમાસ આ વર્ષે તિથિ ભેદને કારણે બે દિવસ મનાવવામાં આવશે. જ્યોતિષ ગણતરી મુજબ અમાસ તિથિ 19 નવેમ્બર બુધવારે સવારે 9:43થી શરૂ થઈ 20 નવેમ્બર ગુરુવારે બપોરે 12:16 સુધી રહેશે. બે દિવસ ચાલતી આ તિથિ પૂર્વજોના સ્મરણ, તર્પણ, ધૂપ-ધ્યાન, સ્નાન અને દાન-પુણ્ય માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે.

ઉજ્જૈનના જ્યોતિષી પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ 19 નવેમ્બરનો દિવસ પિતૃકાર્ય અને શ્રાદ્ધ વિધિઓ માટે શુભ છે જ્યારે 20 નવેમ્બરનો દિવસ સ્નાન-દાન અને દાન-પુણ્ય માટે વિશેષ ફળદાયી રહેશે.

Kartik Amavasya

Kartik Amavasya :19 નવેમ્બર: પૂર્વજોને તર્પણ અને ધૂપ-ધ્યાનનો દિવસ

પંડિતોના જણાવ્યા અનુસાર અમાસ પર પિતૃ કર્મ બપોરે કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાં ગૌખોળા (કાઉડંગ કેક) પ્રગટાવી તેના અંગારાઓ પર ગોળ અને ઘી છાંટી ધૂપ કરાય છે. આ સમયે પોતાના પૂર્વજોને સ્મરણ કરીને, હથેળીમાં જળ લઈને અંગૂઠાના ઇશારે તર્પણ કરવાથી પિતૃશાંતિ મળે છે એમ માનવામાં આવે છે.

Kartik Amavasya :20 નવેમ્બર: સ્નાન, દાન અને ધાર્મિક વિધિઓ માટેનો શુભ દિવસ

અમાસના બીજા દિવસે નદીમાં સ્નાનનું વિશેષ પૂણ્ય માનવામાં આવે છે. જો નદીમાં સ્નાન શક્ય ન હોય તો ઘેર જ પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવાથી પવિત્ર સ્થાન જેટલું પુણ્ય મળે છે.

Kartik Amavasya

Kartik Amavasya :સ્નાન બાદ ક્ષમતા મુજબ–

  • અનાજ, કપડાં, પગરખાં, પૈસા જેવા દાન
  • ગૌશાળામાં દાન અથવા ગાયોને લીલું ઘાસ ખવડાવવું
  • તળાવમાં માછલીઓને લોટના ગોળા ખવડાવવાનો ઉપાય
    અત્યંત શુભ ગણાય છે.

શિવ-પૂજન અને ગ્રહ શાંતિ માટેના ઉપાયો

અમાસના પવિત્ર દિવસે તાંબાના પાત્રથી શિવલિંગ પર જળાભિષેક અને ચાંદીના વાસણથી કાચા દૂધનો અભિષેક શુભ માનવામાં આવે છે.
ૐ નમઃ શિવાય” મંત્રનો જાપ જીવનમાં શાંતિ અને ગ્રહદોષ સંતુલિત કરે છે એવું શાસ્ત્રોમાં લખાયું છે.

સ્નાન પછી સૂર્યદેવને જળ અર્પણ કરીને
— “ૐ સૂર્યાય નમઃ
મંત્રનો જાપ કરવાથી સૂર્યદોષ શાંત થાય છે. ગોળનું દાન ખાસ ફળદાયી છે.

ચંદ્રદોષ નિવારણ માટે શિવલિંગ સામે દીવો પ્રગટાવી
— “ૐ સોમાય નમઃ
મંત્રનો 108 વખત જાપ કરવો લાભકારી માનવામાં આવે છે.

વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો :

Modasa Horror:એમ્બ્યુલન્સમાં આગ લાગતાં નવજાત સહિત 4નાં ભડથું અરવલ્લીના મોડાસા નજીક કરુણ અકસ્માત