Jagdish mehta :  હેડલાઈનનું ‘ખરેખર માલિક કોણ?’ : ભળતા નામે દૈનિક પ્રસિદ્ધ કરી 40 લાખની ખંડણી માંગણી કરતાં જગદીશ મહેતા સામે નોંધાઈ ફરિયાદ

0
135
Jagdish mehta
Jagdish mehta

Jagdish mehta :  રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્ર ભરમાં પ્રખ્યાત  હેડલાઈન નામનું દૈનિક ખરેખર કોનું છે ?’ એવો સવાલ જ ઉભો થઈ ગયો છે. ભળતા નામે દૈનિક પ્રકાશિત કરવું, રજીસ્ટર્ડ લોગોનો ગેરઉપયોગ કરવો અને અંતે લોગોનો ઉપયોગ બંધ કરાવવા બદલ રૂ. 40 લાખની ખંડણી માંગવાનો ગંભીર આરોપ સામે આવતા શહેરની ક્રાઇમ બ્રાન્ચે બે વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ સમગ્ર મામલે મિડીયા જગતમાં હચમચાટ મચી ગયો છે.

Jagdish mehta :  રૂ. 30 લાખમાં ખરીદેલું સૌરાષ્ટ્ર હેડલાઇનદૈનિક

Jagdish mehta

Jagdish mehta :  ફરિયાદી પુષ્પરાજસિંહ ઘનશ્યામસિંહ રાણા, રાજકોટના કાલાવડ રોડ સ્થિત સિલ્વર કોઈન એપાર્ટમેન્ટે રહે છે. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ ‘સૌરાષ્ટ્ર હેડલાઇન’ નામે દૈનિક ન્યૂઝ પ્રસિદ્ધ કરે છે અને 2022થી તેની પ્રોપ્રાયટરશિપ ચલાવે છે. આ દૈનિક અગાઉ જાનકીબેન અનિરૂધ્ધસિંહ નકુમના નામે ચલાતું હતું, જેનું RNI નંબર /2021/81235 છે. જાનકીબેન તથા તેમના ભાગીદારો – અનિરૂધ્ધસિંહ નકુમ, ભરત રામાણી, અશોક જોશી અને નિખીલ પોપટ – એ દૈનિકનું માલિકી હક તથા લોગો સહિતની તમામ અધિકારો રાણાને રૂ. 30 લાખમાં વેચ્યા હતા. તે માટે સોગંદનામું તથા દસ્તાવેજી પ્રક્રિયા 17/07/2024ના રોજ પૂર્ણ કરવામાં આવી હતી. દૈનિકના રાજકોટ, મોરબી અને ભાવનગર એમ ત્રણ એડિશન ચાલી રહ્યા છે અને બધા જ હક્કો પુષ્પરાજસિંહ રાણાના નામે ટ્રાન્સફર થયા હતા.

Jagdish mehta :  ટ્રેડમાર્ક રજીસ્ટ્રી દ્વારા લોગો મંજૂર

રાણાએ ‘સૌરાષ્ટ્ર હેડલાઇન’ના લોગોનું ટ્રેડમાર્ક મેળવવા માટે તારીખ 18/12/2024એ અરજી કરી હતી. ટ્રેડમાર્ક રજીસ્ટ્રી વિભાગે તપાસ કર્યા બાદ 03/11/2025ના રોજ અરજી નંબર 6762655 હેઠળ લોગો મંજૂર કર્યો હતો. કાયદા મુજબ હવે આ લોગોનો ઉપયોગ ફક્ત માલિક રાણા અથવા તેમની મંજૂરીથી જ થઈ શકે છે.

Jagdish mehta

Jagdish mehta :  ભળતા નામે મધ્ય ગુજરાત હેડલાઇનચલાવી ગેરઉપયોગનો આક્ષેપ

ફરિયાદ અનુસાર ગીરીશ એન. સોલંકી અને જગદીશ મહેતા ‘હેડલાઇન’ સાથે ભળતા નામે મધ્ય ગુજરાત હેડલાઇન નામે ન્યૂઝ ચલાવે છે. તેઓએ રાણાના રજીસ્ટર્ડ લોગોનો ગેરકાયદેસર ઉપયોગ કરી સોશિયલ મીડિયા સહિતના માધ્યમોમાં ન્યૂઝ પબ્લિશ કરી રહ્યા હતા.
રાણાએ અનેક વખત ફોન દ્વારા તેમજ વ્યક્તિગત રીતે સમજાવ્યા છતાં આરોપીઓએ ગેરઉપયોગ બંધ કર્યો નહોતો.

Jagdish mehtaઓફિસમાં બોલાવી 40 લાખની ખંડણી માંગ્યાનો આરોપ

ત્રણેક મહિના પહેલા રાણા પોતાના મિત્ર વિશાલ માલાણી સાથે ગીરીશ સોલંકીની ઓફિસ – ધનરજની કોમ્પ્લેક્સ, 8મો માળ, રાજકોટ – પહોંચ્યા હતા. ત્યાં સોલંકી અને ગ્રુપ એડિટર જગદીશ મહેતા હાજર હતા. રાણાએ લોગો દુરઉપયોગ ન કરવા કહ્યું તો આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને ગીરીશ સોલંકીએ કહ્યું –અમારો પેપર બંધ કરાવવું હોય તો રૂ. 40 લાખ આપવા પડશે. નહિ તો અમે લોગો છાપવાનું બંધ નહીં કરીએ.રાણાએ પૈસા આપવા ઇન્કાર કરતાં ગીરીશ સોલંકીએ ધમકી આપી ફરી મારી ઓફિસમાં આવશે તો જાનથી મારી નાખીશ.જગદીશ મહેતાએ પણ એ જ વાત દોહરાવી અને બળજબરીપૂર્વક પૈસા આપવાની માંગ કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે .

ગત ગુનાઓમાં સંડોવણીનું રાણાનું નિવેદન

ફરિયાદમાં રાણાએ જણાવ્યું છે કે ગીરીશ સોલંકી અગાઉ બ્લેકમેઈલિંગ, ખંડણી અને લૂંટ જેવા ગુનાઓમાં સંડોવાયેલા છે અને ગુન્હાહિત માનસ ધરાવે છે. રજીસ્ટર્ડ લોગોનો ગેરકાયદેસર ઉપયોગ કરી ખોટા સમાચાર પ્રસિદ્ધ કરવાથી તેમની શાખને નુકસાન થઈ રહ્યું હતું.

Jagdish mehta

ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ સામે ગુનો નોંધ્યો

 ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓ – ગીરીશ સોલંકી અને જગદીશ મહેતા – વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 308(2), 351(3), 3(5) તેમજ ટ્રેડમાર્ક એક્ટ ની કલમ 103 અને 104 હેઠળ ગુનો નોંધ્યો છે. આ કલમો મુજબ ખંડણી, ગેરકાયદેસર દબાણ, ધમકી આપવી અને રજીસ્ટર્ડ ટ્રેડમાર્કનો ગેરઉપયોગ – બધા જ ગંભીર ગુનાઓમાં ગણાય છે.

સોશિયલ મીડિયા પર પેપર ચલાવનારાઓની પણ થશે તપાસ

માહિતી અનુસાર ઘણા લોકો માત્ર RNI નંબર મેળવી સોશિયલ મીડિયા પર જ ન્યૂઝ પોર્ટલ કે દૈનિક ચલાવે છે, જે કારણે જાણીતા દૈનિકોની પ્રતિષ્ઠાને નુકસાન થાય છે.
આ અંગે હવે સરકાર ગંભીર બની છે અને PIB તથા માહિતી ખાતાને મળીને આવા ગેરકાયદેસર મીડિયા પ્લેટફોર્મની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

જગદીશ મહેતાનો exclusive ઇન્ટરવ્યૂ જોવો

વધુ સમાચાર વાંચવા માટે અહી નીચે ક્લિક કરો

Tathya patel case update :  2 વર્ષ બાદ તથ્ય અને પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ચાર્જફ્રેમ થઈ

Modasa Horror:એમ્બ્યુલન્સમાં આગ લાગતાં નવજાત સહિત 4નાં ભડથું અરવલ્લીના મોડાસા નજીક કરુણ અકસ્માત , કયા સુધી આમ જીવ જશે

#SheikhHasina : બાંગ્લાદેશની ICT દ્વારા પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા; ઢાકામાં ઉગ્ર પ્રદર્શન, રાજકીય તણાવ ચરમસીમાએ

HEALTH: શિયાળામાં ન્યુમોનિયાનું વધતું જોખમ: જીવલેણ બની જાય તે પહેલાં ચેતી જાઓ, નિષ્ણાતો કહે છે લક્ષણો ઓળખો અને રાખો 11 સાવચેતીઓ

#Sholay  : ધ ફાઈનલ કટ’ 4Kમાં ફરી મોટી સ્ક્રીન પર આવશે: અનકટ વર્ઝન સાથે 50 વર્ષ જૂનું ફિલ ફરી રિલિઝ  થશે

Lalo Box Office Magic : ગુજરાતી ફિલ્મ લાલો એ લોકોને પાગલ કર્યા , કમાણી જાણીને ચોંકી ઊઠશો

Gir Somnath:ગીર સોમનાથમાં દરગાહમાંથી હથિયારો મળ્યા; દિલ્હી બ્લાસ્ટ બાદ મૂળદ્વારકા બંદર વિસ્તારમાં પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન