Srinagar Police Station: જમ્મુ-કાશ્મીરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ભયાનક વિસ્ફોટ: 9 ના મોત, 29 ઘાયલ; આતંકવાદી ષડયંત્રની શંકા ઘેરાઈ.#SrinagarBlast,#JammuKashmir,#TerrorAttack

0
164
Police Station
Police Station

Srinagar Police Station: શુક્રવાર રાત્રે લગભગ 11:22 વાગ્યે જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સ્થિત નૌગામ પોલીસ સ્ટેશનમાં પ્રચંડ વિસ્ફોટ થયો. ઘટનામાં એક તહસીલદાર સહિત કુલ 9 લોકોના મોત થયા છે, જ્યારે 29 લોકો ઘાયલ છે. ઘાયલોમાં મોટાભાગના પોલીસકર્મીઓ છે. તેમને 92 આર્મી બેઝ હોસ્પિટલ અને SKIMS સૌરા ખાતે સારવાર અપાઈ રહી છે.

 Srinagar Police Station:

વિસ્ફોટ એટલો જોરદાર હતો કે મૃતદેહોના ટુકડા 200 મીટર સુધી ફંગોળાયા હતા. ઘટનાસ્થળે ભારે જમાવટ સાથે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

Srinagar Police Station:  જપ્ત કરાયેલા વિસ્ફોટકોની તપાસ દરમ્યાન બ્લાસ્ટ થયો

પોલીસ સૂત્રો અનુસાર, આ વિસ્ફોટ તે સમયે થયો, જ્યારે પોલીસે વ્હાઇટ-કોલર આતંકવાદી મોડ્યુલ કેસમાં જપ્ત કરાયેલા વિસ્ફોટકોના નમૂનાઓ એકત્રિત કરી રહી હતી. વિશ્લેષણ દરમ્યાન અચાનક ડેટોનેશન થતાં આ ભયાનક ઘટના બની.

વિસ્ફોટમાં વપરાયેલા મટિરિયલ અંગે પ્રાથમિક તપાસમાં કહેવાયું છે કે:

 Srinagar Police Station:
  • વિસ્ફોટક ડેટોનેટર અને ફ્યુઝ સાથે જ ફાટે
  • તેથી આ અકસ્માત નહીં, પરંતુ આતંકી હુમલો હોવાની સંભાવના નકારી શકાય તેવી નથી

Srinagar Police Station:  PAFFએ જવાબદારી સ્વીકારી, પરંતુ પુષ્ટિ બાકી

 Srinagar Police Station:

જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આતંકી સંગઠન PAFF (People’s Anti-Fascist Front) એ હુમલાની જવાબદારી સ્વીકારી હોવાનો દાવો કર્યો છે.
તેથી છતાં, પોલીસ અને એજન્સીઓ તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

 ફરીદાબાદમાં પકડાયેલા ડૉ. મુઝમ્મિલના કેસ સાથે સંકળાયેલો વિસ્ફોટઘટના સાથે જોડાયેલી મોટી માહિતી બહાર આવી છે:

વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો