Bihar Election Trends:2025 બિહાર ચૂંટણીના શરૂઆતી વલણમાં NDA આગળ; ફરી નીતિશ સરકાર તરફ સંકેત.#BiharElections, #BiharResults, #NDALead, #Mahagathbandhan, #ElectionTrends,

0
119

Bihar Election Trends:બિહાર વિધાનસભાની 243 બેઠકો માટેની મતગણતરી હાલ ચાલુ છે અને શરૂઆતના વલણોમાં NDA સ્પષ્ટ દબદબો જમાવી રહ્યું છે. મળતી માહિતી મુજબ NDA 138 બેઠકો પર આગળ છે, જ્યારે મહાગઠબંધન 68 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. પ્રશાંત કિશોરની જનસૂરજ પાર્ટી કોઈ બેઠક પર આગળ નથી, જ્યારે અપક્ષ અને અન્ય ઉમેદવારો પાંચ બેઠકો પર લીડ ધરાવે છે.

Bihar Election Trends:

રાઘોપુર બેઠક પરથી તેજસ્વી યાદવ NDAના સતીશ યાદવથી આગળ છે. મહુઆ બેઠક પરથી તેમના મોટા ભાઈ તેજપ્રતાપ યાદવ પણ લીડમાં છે. બીજી તરફ NDAના મુખ્ય નેતા સમ્રાટ ચૌધરી પાછળ હોવાનું મળી રહ્યું છે.

જસદણમાં ફરીવાર બ્રિજરાજ સોલંકીના ધામા 3

મતગણતરીને ધ્યાનમાં રાખીને મોતીહારીના સેન્ટરોની બહાર વોટર કેનન ગોઠવાયા છે, જ્યારે પટનામાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર સુરક્ષા વધારવામાં આવી છે. રાજ્યભરના તમામ મતગણતરી કેન્દ્રો પર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો છે.

ઉચ્ચ મતદાન અને કડક ટક્કર

આ વખતની બિહાર ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી અને કુલ 67.10% મતદાન નોંધાયું હતું — જે 2020ની ચૂંટણી કરતાં લગભગ 10% વધુ છે.

2020ની ચૂંટણીમાં ઘણી બેઠકો પર અતિસૂક્ષ્મ અંતરે પરિણામ નક્કી થયું હતું:

  • 11 બેઠકો પર જીત–હારનું અંતર 1,000થી ઓછું
  • 11 બેઠકો પર અંતર 2,000થી ઓછું
    અટલે કે 22 બેઠકો પર માત્ર થોડા બૂથ બદલાતા જ જીત–હારનું સમીકરણ બદલાઈ જતું. આ વખતે પણ અનેક બેઠકો પર એવી જ તિવ્ર સ્પર્ધા જોવા મળવાની અપેક્ષા છે.

આગળ શું?

શરૂઆતી વલણો NDAને આગળ બતાવી રહ્યા છે અને ફરીથી નીતિશ કુમારની સરકાર તરફ સંકેત આપી રહ્યા છે. જોકે, અંતિમ પરિણામો માટે મતગણતરીની આગામી રાઉન્ડ્સ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો

Bihar Election Trends: