Rain update :#rainupdate, #gujrat, #alert ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડતા કમોસમી વરસાદમાં હવે ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે, જોકે આવતા 10 નવેમ્બર સુધી પૂર્વ, મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા યથાવત રહેશે.

Rain update : હજુ અહી પડશે વરસાદ
સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે હાલ દક્ષિણ ગુજરાત અને અરબી સમુદ્ર તરફ હવામાનમાં થતી આડઅસરને કારણે આ વરસાદી પરિસ્થિતિ ઊભી થઈ છે, પરંતુ હવે તેમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળશે.

Rain update :અમદાવાદમાં આજે આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને ક્યાંક હળવા વરસાદની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.

Rain update :હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હાલ ન્યૂનતમ તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર જોવા નહીં મળે, પરંતુ આગામી 7 દિવસ દરમિયાન તેમાં ધીમે ધીમે 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે.
તાપમાનમાં આવનારા આ ઘટાડા સાથે રાજ્યમાં ઠંડીનો પ્રથમ અહેસાસ થવાની પણ શક્યતા છે.
વધુ સમાચાર વાચવા અહી ક્લિક કરો
Fair Price shop Strike: સરકારે મુખ્ય માંગણીઓ સ્વીકારી




